સાળંગપુર મંદિર વિવાદઃ ‘સત્સંગીઓ ક્યારેય કોઈ પાજી-પાલવની વાતથી દબાતા નહીં’- નૌતમ સ્વામી
Salangpur temple controversy: છેલ્લા કેટલાય દિવસોથી સારંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાનજીની વિશાળ મૂર્તિની નીચે વિવિધ ચિત્રોમાં સ્વામિનારાયણ ભગવાનને દર્શન કરતા હનુમાનજી દર્શાવવામાં આવ્યા છે જેનો વિવાદ…
ADVERTISEMENT
Salangpur temple controversy: છેલ્લા કેટલાય દિવસોથી સારંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાનજીની વિશાળ મૂર્તિની નીચે વિવિધ ચિત્રોમાં સ્વામિનારાયણ ભગવાનને દર્શન કરતા હનુમાનજી દર્શાવવામાં આવ્યા છે જેનો વિવાદ હાલ ચર્ચાનો વિષય બન્યો છે એવામાં વડતાલ સત્સંગ મહાસભા ના પ્રમુખ અને અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ નૌતમ સ્વામી એ આ અંગે વિરોધીઓને જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે,” સ્વામિનારાયણ એ ભગવાન છે જે લોકો નથી માનતા એ લોકોને આનાથી તકલીફ થઈ રહી છે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓએ આનાથી નિરાશ થવાની કોઈ જરૂર નથી. આ ગુજરાતની અંદર આવીને આ ગુજરાતની ભૂમીએ સ્વામિનારાયણ ભગવાનની ઋણી છે. કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો એ યોગ્ય ફોરમ ઉપર જઈને વાત કરી શકે છે. કેટલાક લોકો આના સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. તો એની અંદર કોર્ટમા એનો યોગ્ય જવાબ આપવો પડશે. સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયના કોઈ વ્યક્તિએ જરૂર નથી.”
કોઈ ભગવાનનો અનાદર કર્યો નથી, સ્વામિનારાયણ એ ભગવાન છે- નૌતમ સ્વામી
આજે આણંદ જિલ્લાના ખંભાત ખાતે સત્સંગ મહાસભા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સત્સંગ મહાસભાના પ્રમુખ અને અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ નવતન સ્વામીએ સારંગપુર હનુમાનજી મંદિરને લઈને જે વિવાદ થઈ રહ્યો છે તે અંગે ચાલી રહેલી સભામાં જ સૌ સત્સંગીઓને પ્રવચન આપ્યું હતું. જેમા તેમણે જણાવ્યું કે, ” વર્તમાનની અંદર આપણે સૌ જાણો છો કે સારંગપુર ની અંદર હનુમાનજી મહારાજ આપણા જે વડતાલ સંસ્થા દ્વારા જે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે તે બીગ મૂર્તિ વિશાળ હનુમાનજી મહારાજની સ્થાપવામાં આવી છે, એ સંપ્રદાયના સ્વામિનારાયણ ભગવાનના એશ્વર્યને ત્યાં પ્રદર્શિત પણ કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ ભગવાન છે. અને એ વેદ વ્યાસજીએ કહ્યા મુજબ સંતપુરાણ વિગેરે પુરાણોમાં અને જેણે જ્યારે જે જગ્યાએ જુએ ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના વિધવાન સંતો એનો જવાબ આપવા પણ રેડી છે.
ADVERTISEMENT
સ્વામિનારાયણ ભગવાનની સેવા અનેકવાર હનુમાનજીએ હાજર રહી કરીઃ
તેમણે કહ્યું કે, સ્વામિનારાયણ ભગવાન છે અને એ બાબતે કોઈએ વ્યક્તિગત ચર્ચા કરવી હોય તો પણ કરી શકે છે. એટલે તમને બધાને કહું છું કે કોઈ સ્વામિનારાયણના સત્સંગીઓએ ક્યારેય પણ કોઈની નાની સામાન્ય વાત જાણી અને ડીમોરલાઇઝ નહીં થવું. કારણ કે ભગવાન સ્વામિનારાયણે આ કળિયુગની અંદર પ્રગટ થયા અને અધર્મનો નાશ કરી, દારૂ, માંસ, ચોરી, અવેરી બધાની છોડવડાવી અને સત કર્મનું સ્થાપન કર્યું છે. આ ગુજરાતની અંદર આવીને આ ગુજરાતની ભૂમીએ સ્વામિનારાયણ ભગવાનની ઋણી છે. સ્વામિનારાયણ ભગવાન જો પ્રગટ ન થયા હોત તો આજે ગુજરાતની અંદર સ્વામિનારાયણ ભગવાનના સંતો જે શિક્ષણ આપી રહ્યા છે, સ્વામિનારાયણ ભગવાન મંદિરોમાં જે રીતના સદાવ્રતો ચાલી રહ્યા છે, સ્વામિનારાયણ ભગવાનના સંતો જે પ્રમાણે હોસ્પિટલોના નિર્માણો કરે છે, ખંભાતની અંદર હોસ્પિટલ, ઉજ્જૈન ની અંદર હોસ્પિટલ, વડતાલની અંદર ફ્રી ઓફ ચાર્જ હોસ્પિટલ. ગુરુકુળ દ્વારા ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ સમગ્ર ગુજરાતને આશ્વાસન રૂપ એક સારા સુ સંસ્કૃત સમાજનું નિર્માણ એ સ્વામિનારાયણ ભગવાનના આપણા સંપ્રદાય દ્વારા થયું છે. નિર્વ્યસની સમાજ તૈયાર કરવાનું કામ એ સ્વામિનારાયણ ભગવાનના સંતોએ કરેલું છે. એટલે સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયનો કોઈ ઉત્કર્ષ સહન ન કરી શકે. એ એલફેલ બોલે તો એનાથી ક્યારેય કોઈએ ગભરાવું નહીં. અને આપણા સંપ્રદાયની અંદર ક્યારેય કોઈ ભગવાનને ભગવાનનો ઉતારો એનું ક્યારેય કોઈ દિવસ અપમાન કરવાનું કોઈને પણ હેતુ હોતો નથી. છે નહીં. અને હતો પણ નહીં. શિક્ષાપત્રીની અંદર સ્વામિનારાયણ ભગવાને અનેક જગ્યાએ આપણને બધાને આશ્રીતોને આજ્ઞા કરી છે અને એ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાનના મંદિરોમાં હનુમાનજી મહારાજ વિઘ્ન વિનાયક દેવ એના દર વર્ષે હજારો મંદિરો સ્વામિનારાયણ ભગવાનના છે ત્યાં પૂજન થાય છે. કાળી ચૌદસના દિવસે પૂજન થાય છે. ગણપતિ દાદા ના વરઘોડાઓ થાય છે. ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. વૈદિક વિધિ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાનના વૈદિક સનાતનના પાઠ સ્વરૂપ એના ભાગ રૂપ આ સંપ્રદાયનું કાર્ય છે. એટલે સ્વામિનારાયણ ભગવાન છે. એના કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે. ભગવાનના જેટલા પણ અવતારો થયા, ભગવાન રામચંદ્રજી, ભગવાન કૃષ્ણ નારાયણ, સ્વામિનારાયણ ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાનની પણ હનુમાનજી મહારાજે અનેક વાર સેવા માં હાજર રહીને સેવા કરી છે. એ આખું સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ છે એનાથી ભરેલો છે.
ઈસ્કોન બ્રિજ પર વધુ એક હિટ એન્ટ રનની ઘટનાઃ બાઈકને મારી ટક્કર, એક રાહદારીનું મોત
હનુમાનજી મહારાજનું કેટલું ગૌરવ છેઃ નૌતમ સ્વામી
તેમણે ઉમેર્યું કે, કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો એ યોગ્ય ફોરમ ઉપર જઈને વાત કરી શકે છે. કેટલાક લોકો આના સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. તો એની અંદર કોર્ટમા એનો યોગ્ય જવાબ આપવો પડશે. સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયના કોઈ વ્યક્તિએ જરૂર નથી. જે હનુમાનજી મહારાજની મૂર્તિ છે, એ એટલી ઉંચી વિશાળ પ્રતિમા જે સારંગપુર ની અંદર પધરાવવામાં આવી છે. એનાથી જ આપણને સૌને ગૌરવ થાય છે, કે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતોને હનુમાનજી મહારાજનું કેટલું બધું ગૌરવ છે. સ્વામિનારાયણ ભગવાનનું કોઈ મંદિર એવું નથી કે જે મંદિરની અંદર હનુમાનજી મહારાજ અને વિઘ્ન વિનાયક દેવ ના હોય. હું વ્યક્તિગત વાત કરું તો હુ સનાતન સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયનો સાધુ છું. અને હું સ્વામિનારાયણ ભગવાને કરેલી બધી જ સ્તુતિઓ હનુમાનજી મહારાજ ધર્મદેવે કરેલી સ્તુતિ છે, હનુમાન ઘડીની અંદર એક પગે ઊભા રહીને નમસ્તે અંજનાય.. ૧૬ શ્લોક છે. એનો પહેલો અક્ષર શરુ કરો, પહેલા શ્લોકનો શ્લોક સુધી પહોંચ્યો અને 16 મા સલો કે ત્યાં સુધીમાં ઓમ હનુમંતે ભયભંજનાય સુખં કુરૂ ફટ સ્વાહા. એમાંથી બનેલો છે લગભગ બધા સંતોને નમસ્તે અંજનાય મોઢે છે ભગવાન સ્વામિનારાયણ સુંદરવન ની અંદર માં પાર્વતીજી અને ભગવાન ભોળા દાદા જ્યારે સાધુઓ લઈને સ્વામિનારાયણ ભગવાનને આપે છે અર્પણ કરવા માટે સ્વામિનારાયણ ભગવાનને આપે છે ત્યારે સ્વામિનારાયણ ભગવાને સ્તુતિ કરી છે કે સદાશિવમ આઠ શ્લોકથી ભગવાન શંકરની સ્તુતિ કરી છે. એ જ રીતે માતાજીની સ્તુતિ કરી છે. માતાજીની સ્તુતિ પણ આઠ શ્લોકથી કરી છે. આ સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય ગુજરાતની શોભારૂપ છે. સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયની અંદર ક્યારેય કોઈ દેવી-દેવતાઓનું અપમાન કોઈ સંતો કરતા હોય તો એ જરા પણ ગ્રાહ્ય નથી. પરંતુ એની સાથે સાથે સ્વામિનારાયણ ભગવાન છે. અને ભગવાનની વાતને કોઈ પણ જો ટાળવાનો પ્રયત્ન કરતું હોય તો એ વ્યાજબી નથી. જરા પણ હું શેહ માફ કરવા માટે પણ યોગ્ય નથી. હું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું, કે આપણા સૌ સંપ્રદાયના સત્સંગીઓએ આ બાબતની અંદર નીડર રહેવું. ક્યારે પણ કોઈ પણ કોઈના પણ પાલવમા દબાવવું નહીં. કોઈ પણ વાત કરે તો સ્વામિનારાયણ ભગવાનના શાસ્ત્રોના આધારે તેને જવાબ આપવો. સત્સંગી જીવન વચનામૃત અને શિક્ષાપત્રી એ આપણું લેન્ડમાર્ક છે. અને સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાય ગુજરાતને ઘણું બધું આપ્યું છે. આપણે ડંકાની ચોટ ઉપર કહી શકીએ છીએ. એટલે સૌ સંતોને પણ હું વિનંતી કરું છું કે, આપણે સૌ સંતોએ સાથે મળી અને હિંદુ તમામ સંપ્રદાયો 127 જેટલા સંપ્રદાયો આપણી સનાતન વૈદિક પરંપરાના છે. એ સૌવે સાથે મળી અને આપણા હિન્દુ સનાતન ધર્મને મજબૂત કરવાની જરૂર છે. કોઈ માણસો હિન્દુ સનાતન વૈદિક સનાતન સંપ્રદાયને જ્યારે હિન્દુ ધર્મને જ્યારે નુકસાન કરતા હોય, અને એવી પરિસ્થિતિની અંદરથી ભારતીય સંસ્કૃતિ જ્યારે પસાર થઈ રહી છે, ત્યારે બધા સંપ્રદાયોએ એક થઈ અને એનો સામનો કરવાની જરૂર છે. નહીં કે અંદરો અંદર એકબીજાના ટાટીયા ખેચની પ્રવૃત્તિ કરવાનો છે. આપણે સૌએ ભેગા થઈ અને જે મુસલમાનો એ આપણા સ્થાનોને લઈ લીધા છે. જે પાછલા બારણે ક્રિશ્ચાલીટી આપણને સૌને વટાર પ્રવૃત્તિ ની અંદર સેવન સિસ્ટર રાજ્યો છે. મિઝોરમ, અરુણાચલ, ત્રિપુરા, નાગાલેન્ડની અંદર જે પ્રવૃત્તિ થઈ રહી છે, હિન્દુઓને નાશ કરવાની, એની સામે આપણે સૌએ જાગવાની જરૂર છે.
ADVERTISEMENT
સ્વામિનારાયણ સંપ્રદાયના ખોટી રીતે ચિતરાયેલા ચોપડા ફાડી નાખો: રમેશ ઓઝા
કષ્ટભંજન દેવ એ ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલા ભગવાન છેઃ નૌતમ સ્વામી
તેમણે કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પૈકી હું વ્યક્તિગત વાત કરું છું કે હું ત્રિપુરા થી એક સામાન્ય યંગ બૃહ જાતિના લોકો ગુજરાતમાં લાયો છું. અને 25 છોકરાઓને અંદર ક્રિશ્ચિયન થતા અટકાવી અને અત્યારે સંપ્રદાયનું સારું શિક્ષણ અમે આપી રહ્યા છે. એ જ રીતે અમારા ઘણા સંતો અમારા વ્રજભૂમિ વાળા ઈન્ટરનેશનલ સ્કૂલ જે ચલાવે છે ત્યાં પણ આવી પ્રવૃત્તિ થઈ રહી છે. સત્સંગની અંદર સંસ્કૃત ને સૌથી વધારે પ્રવર્તન કરવાનું કામ પણ ગુજરાતની બધી પાઠશાળાઓમાં થાય છે. પણ અમારી એસજીવીપી સંસ્કૃત પાઠશાળા ની અંદર વડતાલની અંદર સંસ્કૃત પાઠશાળા ની અંદર સેકડો ભૂદેવો બ્રાહ્મણો ભણે છે. અને વૈદિક સંપ્રદાયોની પોષણરૂપ જે ચાર વેદ અને 18 પુરાણો છે એનું પોષણ એમને ભણાવતા થઈ રહ્યું છે. સંપ્રદાય દ્વારા થતા સામાજિક કાર્યનો ઇતિહાસ એ નાનો નથી. અત્યારે જ વડતાલ સ્વામિનારાયણ મંદિરે હમણાં જ આજના દિવસે જ મેડિકલ રિસર્ચ સેન્ટર, મેડિકલ કોલેજ અને મોટી હોસ્પિટલ કરવાનો પ્રોવિઝન ગુજરાત સરકારે જે બોટાદ જિલ્લાની અંદર નક્કી કરેલ હતું એની અંદર પણ કષ્ટભંજન દેવ મેડિકલ હોસ્પિટલ કરવાનું વડતાલ મેનેજિંગ ટ્રસ્ટ બોર્ડે આજના દિવસે જ નક્કી કર્યું છે. એવા મને સમાચાર મળ્યા છે એટલે આ જોતા સ્વામિનારાયણ સંપ્રદાય એ સર્વાંગી રીતે ગુજરાતનું પોષક છે. સ્વામિનારાયણ ભગવાનના સાધુ પણ ગુજરાતના તમામ પ્રકારે ગુજરાત ની સંસ્કૃતિને ગુજરાતના તમામ ધર્મોને પોષણ પણ આપનારા છે. એટલે સંતો જે ઈત્તર સંપ્રદાયના છે, અખાડાના છે, એમને પણ મારી વિનંતી છે, કે જે બુદ્ધિશાળી સંતો છે, એને વૈચારિક ભૂમિકાથી સમજી અને પોતાની વાત કરવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાનને જે ભગવાન પણુ સહન નથી કરી શકતા એવા લોકોની માટે મારે કોઈ વાત નથી કરવી. પરંતુ જે સ્વામિનારાયણ ભગવાન છે, જે એવું માને છે. એ અમે નથી કહેતા, વેદ વ્યાસજીથી લઈને તમામ પુરાણોની અંદર આ વાત છે. અને આ વાતને અમે વળગીને રહીએ છીએ. અને આ વાત ડંકાની ચોટ પર કરીએ છીએ. અને આ વાત સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાય તરફથી છે. હું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું કે જે લોકો ઉતાવળે કદાચ દોડતા હોય તો એ લોકોએ પાછા વળવું. અમારી વિનંતી છે. કે હનુમાનજી મહારાજનું જે ઐશ્વર્ય છે, એ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ એમને જે યોગ અભ્યાસ કર્યો હતો, એના દ્વારા એમને મળેલી યોગ વિદ્યા દ્વારા સારંગપુરમાં પ્રસ્થાપિત કર્યું છે. એટલે આપણે સારંગપુર મંદિરેથી પણ વારેવારે સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું પ્રવર્તન થવું જોઈએ એવું એમને કહું છું. ત્યારે સ્વામિનારાયણ ભગવાનનું પણ એવું જ પ્રવર્તન થવું જોઈએ. બધાને ખબર પડવી જોઈએ કે ગુજરાતને કે સ્વામિનારાયણ ભગવાનના એક યોગી ધ્વરા સ્થપાયેલા હનુમાનજી મહારાજ છે. સામાન્ય હનુમાનજી મહારાજ નથી. આ કષ્ટભંજન દેવ એ ગોપાળાનંદ સ્વામીના સ્વામી એ પધરાવેલા છે. સ્વામીએ પોતાનું યોગ અને ઐશ્વર્યમાં પ્રસ્થાપિત કર્યું છે એ સ્વામિનારાયણ ભગવાનના સંતોએ અને હરિભક્તોએ સૌને કહેવું.”
ADVERTISEMENT
(હેતાલી શાહ, આણંદ)
ADVERTISEMENT