Salangpur Temple Controversy: ભાવનગરમાં બહુરુપી કલાકારોમાં પણ રોષ- Videoમાં જુઓ શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

Salangpur Temple Controversy: ભાવનગરમાં બહુરુપી તરીકે જાણીતા કલાકાર એવા ડાયાભાઈ રાઠોડ કલાકારનો રોષ છલકાયેલો જોવા મળી રહ્યો છે. આમ તો સમગ્ર રાજ્યમાં મોટાભાગે બહુરૂપી હનુમાનજી જોવા મળતા હોય છે ત્યારે ભાવનગરમાં પેઢી દર પેઢીથી હનુમાનજીનો વેશ ધારણ કરી રહેલા રાઠોડ પરિવારના ડાયાભાઈ રાઠોડે હનુમાનજીનો વેશ ધારણ કરે છે તો કોઈની પાસેથી ભિક્ષા પણ લેતા નથી. વર્ષોથી બહુરુપી બન્યા પરંતુ ક્યારેય ભિક્ષા લીધી નથી.

ભીંતચિત્રો પર દર્શાવી નારાજગી

સાળંગપુર મંદિરમાં કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ નીચેના ભીંતચિત્રનો મુદ્દો ધીરે ધીરે હવે જનસામાન્યને અસર કરી રહ્યો છે. ભાવનગર શહેરમાં પેઢી દર પેઢી હનુમાનજીનો વેશ ધારણ કરતાં બહુરુપી પરિવારના ડાયાભાઈ રાઠોડ દ્વારા હનુમાનજીને દાસ તરીકે ચીતરવાના પ્રયાસને લઇને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાળંગપુર હનુમાનજી ભીંતચિત્ર વિવાદ વકર્યા બાદ ભાવનગરમાં બહુરૂપી હનુમાન બનતાં બહુરુપી કલાકાર દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. ભાવનગરમાં પેઢી દર પેઢીથી ચાલી આવતી પરંપરાને જીવંત રાખતા ડાયાભાઈ રાઠોડે પણ હનુમાન બનીને પોતાનો રોષ ઠાલવ્યો છે.

ભારતીય મુળના Tharman Shanmugaratnam બન્યા સિંગાપુરના રાષ્ટ્રપતિ

વિરોધનો સૂર નાના માણસો સુધી પહોંચ્યો

સાળંગપુર કષ્ટભંજન દેવના શરણમાં ઊભી કરાયેલી વિશાળ હનુમાનજીની મૂર્તિની નીચેની પ્રતિમાઓ સામે વિરોધનો સૂર હવે નાના માણસ સુધી પહોંચ્યો છે. ત્યારે ભાવનગરમાં હનુમાનજીનું રૂપ ધારણ કરીને દુકાને દુકાને ફરતા શખ્સ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. હનુમાન બનેલા શખ્સે શબ્દ પ્રહાર કર્યો હતો. તેઓ શું કહે છે આવો જોઈએ આ વીડિયોમાં…

ADVERTISEMENT

ડાયાભાઈ રાઠોડ (બહુરૂપી)

સમગ્ર ગુજરાતમાં હાલમાં સાળંગપુરના કિંગ ઓફ સાળંગપુરની લાગેલી મૂર્તિ અને તેની નીચે લગાવવામાં આવેલી પ્રતિમાઓને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ત્યારે ભાવનગર શહેરમાં પેઢી દર પેઢી બહુરૂપી હનુમાનજીનો વેશ ધારણ કરતા પરિવારના એક સામાન્ય વ્યક્તિએ પણ પોતાનો વિરોધ નોંધાવી દીધો છે. હનુમાનજીનો વેશ ધારણ કરીને પોતાના વારસાને જાળવી રાખનાર હાલ દુકાને દુકાને ફરીને સાળંગપુર ખાતે લાગેલી ભીત ચિત્રોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે પેઢી દર પેઢીથી બહુરૂપી વેશ ધારણ કરનાર વ્યક્તિ ભાવનગરનો રહેવાસી છે અને હનુમાનજીનો સૌથી મોટો ભક્ત હોવાનું જણાવે છે.

Kutch Earthquake: કચ્છમાં ધરા ધ્રુજી, 4.5ની તીવ્રતાથી આવ્યો ભૂકંપ

ડાહ્યાભાઈ કહે છે કે, આજે સમાજમાં લોકોને ભગવાન ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. કારણ કે કપટી રાવણે પણ ભગવો ધારણ કરીને સીતાજીનું અપહરણ કપટથી અપહરણ કર્યું હતું. જોકે હનુમાનજી રાવણ વધ બાદ ભગવાન શ્રીરામનાં સિંહાસન પર સ્થાન મેળવી શકતા હતા. પરંતુ હનુમાનજી તેમના શરણમાં રહ્યાં અને ભગવાનના ભક્ત રહેવાનું પસંદ કર્યું હતું. ત્યારે અમારો કોઈ સંપ્રદાય સામે વિરોધ નથી. હનુમાનજી બોલોમાં, જો કોઈ રોકશે તો ગદા ઠોકશે.

ADVERTISEMENT

(નીતિન ગોહિલ, ભાવનગર)

    follow whatsapp

    ADVERTISEMENT