Salangpur temple: હથિયાર બતાવનારા મહંતને પોલીસનું તેડું, કાયદો કરશે કાયદાનું કામ…?
Salangpur temple: સાળંગપુર મંદિરના વિવાદ અંગે આપ સારી રીતે જાણો છો, આ વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે ઘણા સંતો, મહંતોના ના કામના બફાટ પણ આપે…
ADVERTISEMENT
Salangpur temple: સાળંગપુર મંદિરના વિવાદ અંગે આપ સારી રીતે જાણો છો, આ વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે ઘણા સંતો, મહંતોના ના કામના બફાટ પણ આપે સાંભળ્યા હશે, સાથે જ આ સંતોના મોંઢેથી અભદ્ર વાણી વિલાસ પણ સાંભળવામાં આવ્યો હતો. કોઈ લોહી વહેવડાવવાની વાત કરતું હતું તો કોઈ હથિયારોની નુમાઈશ કરતું હતું. એવી ઘણી હરકતો પણ જોવા મળી કે જે આપણે ત્યાં સંતો પર શોભે નહીં. તેવામાં બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંતનો વીડિયો આવ્યો જેમાં તો તે ફિલ્મી સ્ટાઈલમાં મશીનગન જેવું હથિયાર લઈને આવી ગયા હતા. ઘાતક હથિયારો સાથે મીડિયા સમક્ષ બેફામ રીતે ધમકીઓ આપી રહ્યા હતા. જેતે સમયે ઘણાને થયું હશે કે શું આપણે ત્યાં ધર્મના કાર્ડ પાછળ કોઈ પણ રમત રમી શકાય? ભલે તે કાયદાકીય રીતે ખોટી હોય તો પણ? ના, આ અંગેનો જવાબ હાલમાં જ પોલીસે આપ્યો છે. બોટાદ પોલીસે બતાવ્યું છે કે કાયદો કાયદાનું કામ કરશે જ. તો આવો જાણીએ બોટાદ પોલીસે શું કર્યું છે.
Bharuch news: ‘સાંસદને કામ હોય તો નીચે આવે’ ડોક્ટરના જવાબથી મનસુખ વસાવા થયા લાલઘૂમ પછી?- Video
હથિયાર સાથે હનુમાન દાદાને ચાંદીનું તિલક લગાવવાની વાત
સાળંગપુરના વિવાદીત ભીંતચિત્રોનો વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંતે તિલકના એલાન મામલે હથિયાર સાથે નિવેદન આપ્યું હતું જેને લઈને તેમને પોલીસનું તેડું આવ્યું છે અને તેમની પુછપરછ કરવામાં આવી હોવાના મીડિયા અહેવાલો સામે આવ્યા છે. મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે કે પરમેશ્વર બાપુ દ્વારા સાળંગપુર પહોંચી દાદાને ચાંદીનું તિલક લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે તેની સાથે હથિયારો પણ બતાવામાં આવ્યા હતા. આ મામલે બોટાદ પોલીસે બાપુને પોલીસ સ્ટેશને બોલાવી પુછપરછ શરૂ કરી છે. હવે જોવું રહ્યું કે પોલીસ આ અંગે કોઈ નક્કર ફરિયાદ કે ગુનો દાખલ કરીને કોઈ પ્રકારે કાર્યવાહી કરી રહી છે કે પછી…
ADVERTISEMENT
ADVERTISEMENT