VIDEO : સાળંગપુર હનુમાનજીને અમેરિકા, લંડન, દુબઈ જેવા 7 દેશોથી મોકલેલી 5500 કિલો ચોકલેટનો શણગાર

ADVERTISEMENT

salangpur Hanumanji
સાળંગપુર હનુમાનજી
social share
google news

Salangpur Hanumanji Chocolate Decoration : પવિત્ર શ્રાવણ માસના શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને વિશેષ વાઘા અને સિંહાસને 5500 કિલોથી વધુ ચોકલેટનો શણગાર કરાયો છે. આ ચોકલેટ 7 અલગ અલગ દેશમાંથી મંગાવવામાં આવી છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કર્યા. જણાવી દઈએ કે, તહેવારો નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે વિવિધ શણગાર કરવામાં આવે છે.

હનુમાનજી દાદાને 5500 કિલો ચોકલેટનો શણગાર

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત તા.24-08-2024ને  શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદા વૃંદાવનમાં જરદોશી વર્ક વાળા વાઘા અને સિંહાસને સાત દેશોની 5500 કિલો ચોકલેટનો દિવ્ય શણગાર કરાયો.

સવારે 05:30 કલાકે મંગળા  આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી સ્વામી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી - અથાણાવાળા  દ્વારા કરવામાં આવી હતી.

ADVERTISEMENT


 
શ્રીકષ્ટભંજનદેવ દાદાને ચોકલેટનો શણગાર ધરાવવામા આવ્યો હતો. બપોરે 11:00 કલાકે ચોકલેટ અન્નકૂટ આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી- અથાણાવાળા  દ્વારા કરવામાં આવેલ.

7 અલગ અલગ દેશમાંથી મંગાવવામાં આવી ચોકલેટ

આજે દાદાને કરાયેલા શણગાર વિશે કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રાવણ મહિનાના પવિત્ર શનિવારના દિવસે દાદાને વિશેષ વાઘા અને સિંહાસનને ચોકલેટનો શણગાર કરાયો છે. દાદાના વાઘા વૃંદાવનમાં જરદોશી વર્ક કરીને તૈયાર કરવામાં આવ્યા છે. તો દાદાના સિંહાસનને 5500 કિલોથી વધુ ચોકલેટનો શણગાર કરાયો છે. આ ચોકલેટ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લડંન, હોંગકોંગ, દુબઈ અને કેનેડાથી મંગાવવામાં આવી છે. દાદાના સિંહાસન ચોકલેટનો શણગાર કરતા બે દિવસનો સમય લાગ્યો હતો. આ ચોકલેટ ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવશે.

ADVERTISEMENT

શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવ્યું. તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના તેમજ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT