કિંગ ઓફ સાળંગપુર: હનુમાન દાદાની 54 ફૂટની મહાકાય મૂર્તિ તૈયાર, આ તારીખે અમિત શાહ કરશે લોકાર્પણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

બોટાદ: સાળંગપુરમાં હનુમાનજીની મંદિર ખાતે આગામી હનુમાન જયંતિના દિવસે હનુમાન દાદાની 54 ફૂટ ઊંચી મહાકાય પ્રતિમાનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું પણ લોકાર્પણ કરાશે. ત્યારે હવે ભક્તો આગામી 6 એપ્રિલે યોજાનારા આ લોકાર્પણ કાર્યક્રમની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય સાળંગપુરમાં
બોટાદના બરવાળા તાલુકામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામમાં આગામી 6 એપ્રિલના રોજ હનુમાન જયંતિ પર ‘કિંગ્સ ઓફ સાળંગપુર’ હનુમાન દાદાની પંચધાતુથી નિર્મિત 54 ફૂટ ઊંચી મૂર્તિનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થવાનું છે. આ સાથે જ સાળંગપુર રૂ.55 કરોડના ખર્ચે ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

ADVERTISEMENT

હનુમાનદાદાની મૂર્તિ 7 કિમી દૂરથી દેખાશે
સાળંગપુરમાં મૂકાયેલી હનુમાન દાદાની મૂર્તિ એટલી વિશાળ હશે કે 7 કિલોમીટર દૂરથી જ તેના દર્શન થશે. આ મૂર્તિ પંચધાતુમાંથી બનાવાઈ છે અને તેને હરિણાયાના ગુરુગ્રામમાં તૈયાર કરાઈ છે. તેનું વજન 30 હજાર કિલો જેટલું છે. સમગ્ર કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1.35 લાખ સ્ક્વેર ફૂટમાં આકાર લેશે અને દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવી છે.

ADVERTISEMENT

શું ખાસ છે ભોજનાલયમાં?
સાળંગપુરમાં હનુમાન દાદાની પ્રતિમા સાથે હાઈટેક ભોજનાલય પણ બનાવવામાં આવ્યું છે. આ ભોજનાલયમાં એક સાથે 4000 લોકો બેસીને ડાઈનિંગ ટેબલ પર જમી શકશે. શ્રદ્ધાળુઓ માટે ભોજન બનાવવાનું રસોડું પણ ભવ્ય બનાવાયું છે. હાલમાં મંદિરમાં તમામ કામોને તૈયારીનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે 6 એપ્રિલના કાર્યક્રમને લઈને મૂર્તિ પાસે પૂજા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT