શાહરૂખની ફિલ્મ પઠાણનો વિરોધ કરનારા કચ્છના સંતને માથું ધડથી અલગ કરી દેવાની ધમકી મળી
કચ્છ: બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની (Shahrukh Khan) આગામી ફિલ્મ પઠાનનો (Pathan) વિરોધ કરવા બદલ કચ્છના યોગી દેવનાથ (Yogi Devnath) બાપુનું માથું કાપી નાખવાની ધમકી…
ADVERTISEMENT
કચ્છ: બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની (Shahrukh Khan) આગામી ફિલ્મ પઠાનનો (Pathan) વિરોધ કરવા બદલ કચ્છના યોગી દેવનાથ (Yogi Devnath) બાપુનું માથું કાપી નાખવાની ધમકી આપવામાં આવી છે. હિન્દુ યુવા વાહિની ગુજરાતના પૂર્વ પ્રમુખ યોગી દેવનાથ બાપુને ટ્વિટર પર આ ધમકી આપવામાં આવી હતી. જે અંગે તેમણે ગુજરાત પોલીસને ટ્વીટ કરીને જાણ કરી હતી.
દેવનાથ બાપુએ પઠાણ ફિલ્મનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી
હિન્દુ યુવા વાહિનીના ગુજરાતના પૂર્વ પ્રમુખ યોગી દેવનાથ બાપુએ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. જે બાદ તેમને ટ્વીટર પર Saleen Ali (SRK Fan) નામના એકાઉન્ટમાંથી માથું ધડથી અલગ કરેલો ફોટો પોસ્ટ કરી ધમકી આપવામાં આવી છે. આ મામલે તેમણે ગુજરાત પોલીસને ટ્વીટર પર ટેગ કરીને જાણ કરી હતી. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
.@GujaratPolice सर तन से जुदा वाली गैंग एक्टिव हो गई है,संज्ञान ले… https://t.co/2nHy8PiSEm pic.twitter.com/PnfJkeP4bq
— Yogi Devnath? (@YogiDevnath2) August 11, 2022
બોલિવૂડ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નો પણ વિરોધ
નોંધનીય છે કે, બોલિવૂડમાં હાલ ફિલ્મોનો બહિષ્કાર કરવાનું ચલણ સતત જોવા મળી રહ્યું છે. હાલમાં ચાલી રહેલી આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ને પણ કેટલાક લોકો દ્વારા બોયકોટ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. બીજી તરફ અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધનને પણ બોયકોટ કરવાનો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT