સાબરમતીમાં બાળક રમતા રમતા પડ્યું- બચાવવા કુદી માતા, પછી પિતાએ પણ લગાવી છલાંગ- Video
અમદાવાદઃ અમદાવાદના મધ્યમાં આવેલી સાબરમતી નદીના રિવર ફ્રન્ટ પર ફરવા આવેલા સહેલાણીઓ પૈકીના એક પરિવારનો આજે જીવ અધ્ધર થઈ ગયો હતો. બાળક રમતા રમતા નદીમાં…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદના મધ્યમાં આવેલી સાબરમતી નદીના રિવર ફ્રન્ટ પર ફરવા આવેલા સહેલાણીઓ પૈકીના એક પરિવારનો આજે જીવ અધ્ધર થઈ ગયો હતો. બાળક રમતા રમતા નદીમાં પડી ગયું હતું અને તેને બચાવવા તેની માતા પાછળ પાછળ પાણીમાં કુદી ગઈ હતી તો પછીથી સંતાન અને પત્નીને ડૂબતા જોઈ પિતાએ પણ પાણીમાં જંપલાવ્યું હતું. સદભાગ્યે તમામનો બચાવ થયો હતો. આ ઘટનાનો વીડિયો પણ ત્યાંથી થોડે દૂર હાજર એક વ્યક્તિએ મોબાઈલમાં કંડારી લીધો હતો. જે વીડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થયો છે.
રિવરફ્રન્ટ પર બાળકો સાથે જતા પરિવારો માટે ચેતવણી રૂપ ઘટના
અમદાવાદના રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા આવતા હોય છે. ખાસ કરીને હાલમાં વેકેસન ચાલી રહ્યું છે ત્યારે અહીં બાળકો સાથે ઘણા પરિવારો આવતા હોય છે. આ પરિવારો માટે ચેતવણીરુપ ઘટના આજે શુક્રવારે બની હોવાનું સામે આવ્યું છે. અહી જુહાપુરા વિસ્તારના અંબર ટાવર પાસે રહેતું એક દંપતિ પોતાના સંતાન સાથે ફરવા આવ્યું હતું. રિવરફ્રન્ટના ટાગોર હોલ નજીકના ભાગમાં તેઓ સમય વિતાવવી રહ્યા હતા દરમિયાન 3 વર્ષનો યુહાન રિવરફ્રન્ટની પાળી પાસે રમતા રમતા અચાનક નદીમાં પડી ગયો હતો.
કચ્છના ખેડૂતે ન્યૂઝીલેન્ડના ફળનું કર્યું સફળ વાવેતરઃ પોણા બે એકરમાં 25 ટન ઉત્પાદન
માતાને તરતા આવડતું ન્હોતું છતા લગાવ્યો કુદકો
યુહાનને પાણીમાં પડેલો જોઈ તેની માતા ફરહિન બાનુ પણ પોતાને તરતા આવડતું ન હોવા છતા તેને બચાવવા પાણીમાં કુદી ગઈ હતી. સંતાનને પાણીમાં પડેલું જોઈ માતાએ ક્ષણનો વિચાર કર્યા વગર પાણીમાં જંપલાવ્યું હતું. આ દ્રષ્ય જોઈ બાળકના પિતા અને ફરહિન બાનનુના પતિ ઝુબેરભાઈએ પણ તે બંનેને બચાવવા પાણીમાં કુદકો લગાવવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે પાણીમાં બાળક અને માતા જીવ બચાવવા હાથપગ મારી રહ્યા હતા પરંતુ તરતા આવડતું ન હોઈ તેઓ ડૂબવા લાગ્યા હતા. આ તરફ પત્ની અને બાળકને બચાવવા કુદેલા ઝુબેરભાઈ તેમની પાસે પહોંચી ગયા અને બંનેને પકડી લીધા હતા.
ADVERTISEMENT
પોલીસે તુરંત કામગીરી કરી સહુને બહાર કાઢ્યા
ઘટનાની જાણ નજીકમાં જ રહેલા પોલીસ મથકે થઈ હતી. પોલીસ તુરંત સ્થળ પર રેસ્ક્યૂ ટીમ સાથે દોડી આવી હતી અને દોરડાની મદદથી તમામને બહાર કાઢવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. તમામને આખરે સફળતાથી પાણીની બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને તે પછી સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે નજીકની એસવીપી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
ADVERTISEMENT