AMCને ક્રૂઝની ચિંતા લોકોની નહીં! ક્રૂઝ માટે સાબરમતીનું લેવલ વધારતા 1 ઈંચ વરસાદમાં ગટરના પાણી બેક મારે છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે. શહેરમાંથી વરસાદી પાણીનો નિકાલ સીધો સાબરમતી નદીમાં થતો હોય છે. એવામાં નદીનું લેવલ ઘટાડવા માટે વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવે છે. જોકે તાજેતરમાં સાબરમતીમાં લોન્ચ કરાયેલા રિવરક્રૂઝ માટે નદીના પાણીનું લેવલ વધારવામાં આવ્યું છે, જેના કારણે 1-2 ઈંચ વરસાદમાં જ પાણી બેક મારે છે, પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે.

સાબરમતીમાં ક્રૂઝ માટે પાણીનું સ્તર વધારાયું
હકીકતમાં તાજેતરમાં જ અમદાવાદમાં રિવરફ્રન્ટ પર રિવરક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે. આ માટે નદીમાં પાણીનું સ્તર 134 ફૂટનું રાખવામાં આવી રહ્યું છે. જેના કારણે શહેરમાં એક-બે ઈંચ વરસાદમાં પણ ગટરના પાણી બેક મારતા રસ્તાઓ નદી બની જાય છે. ત્યારે હવે આ મામલે એલિસબ્રિજના ધારાસભ્ય પોતે લોકોને પડતી સમસ્યા અંગે ફરિયાદ કરવા સામે આવ્યા છે.

એલિસબ્રિજના ધારાસભ્યને મ્યુનિ. કમિશનરને પત્ર લખ્યો
એલિસબ્રિજના ધારાસભ્ય અમિત પી. શાહે મ્યુનિ. કમિશનરને પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે, નદીમાં 128 લેવલ રાખવામાં આવે તો પાણી ભરાતું નથી, પરંતુ 7 જુલાઈએ ભારે વરસાદ પડતા નદીમાં 134.5 લેવલ પાણી હતું, જે ઉતરતા 2 કલાક બાદ નદીમાં પાણી ઉતરતા નદીમાં નાખવામાં આવેલા વરસાદી નાળા બેક મારે છે. જેના કારણે કાંઠા વિસ્તારોમાં પાણી ઉતરતા નથી. અગાઉ 30 જુલાઈએ પણ નદીમાં આટલા લેવલનું પાણી હોવાથી પાણી ઉતરતા વાર લાગી. આનુ બેક પાણી નહેરુનગર, માણેકબાગ, સીજી રોડ, મીઠાખળી અંડરપાસ, પરિમલ અંડરપાસ, વાસણા બસ સ્ટેન્ડ, જીવરાજ મહેતા રોડ, શ્રેયસ ફાટકમાં વાહન વ્યવહાર પર માઠી અસર પડે છે. આપને વિનંતી છે કે ચોમાસામા વાસણા બેરેજનું 128 લેવલે પાણી રાખવામાં આવે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT