હિંમતનગરમાં વધુ એક યુવકને નાની ઉંમરે હાર્ટ એટેક, નવા મકાનના દસ્તાવેજ બાદ કચેરીમાં જ ઢળી પડ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિંમતનગર: ગુજરાતમાં કોરોના પછી વધેલા હાર્ટ એટેકના મામલા દિવસેને દિવસે ગંભીર બની રહ્યા છે. 15-17 વર્ષના બાળકોને પણ સ્કૂલમાં હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ સામે આવી રહી છે. આ વચ્ચે વધુ એક યુવકનું નાની ઉંમરે જ હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. પરીક્ષિત પટેલ નામના યુવકનું સરકારી કચેરીમાં જ હાર્ટ એટેકથી મોત આવતા ઢળી પડ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ જીવ બચાવી શકાયો નહીં.

મકાનના દસ્તાવેજ કરાવવા ગયો હતો યુવક

વિગતો મુજબ, પ્રાંતિજના પોગલું ગામે રહેતા 35 વર્ષના પરીક્ષિત પટેલે હાલ હિંમતનગરમાં નવું મકાન લીધું હતું. યુવત તાલુકા પંચાયતમાં આત્મા વિભાગમાં નોકરી કરતો હતો. નવું મકાન લીધું હોવાથી પરીક્ષિત પટેલ દસ્તાવેજ કરાવવા સોમવારે હિંમતનગરના બહુમાળી ભવનમાં રજીસ્ટાર કચેરીએ પહોંચ્યો હતો. અહીં સાંજે દસ્તાવેજ કરાવ્યા બાદ અચાનક કચેરીમાં જ યુવક ઢળી પડ્યો હતો. જેને લઈને 108ને કોલ કરવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યો

એમ્બ્યુલન્સને આવતા સમય લાગતા યુવકને તાત્કાલિક રીક્ષામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે તબીબોએ ચેકઅપ બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા હિંમતનગર બી ડિવિઝન પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કવાયત હાથ ધરી હતી. ત્યારે મંગળવારે યુવકના વતનમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT