સાબરકાંઠામાં અડધી રાત્રે સુપર માર્કેટમાં ત્રાટકેલા તસ્કરોએ રોકડા ન મળ્યા તો કંટાળીને જુઓ શું કર્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

સાબરકાંઠા: રાજ્યમાં તસ્કરો બેફામ બન્યા હોય એમ ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યા છે. ત્યારે હિંમતનગરના પ્રાંતિજમાં સુપર માર્કેટમાં પરોઢિયે તસ્કરો ત્રાટક્યા હતા. મોલનું શટર તોડીને અંદર પ્રવેશેલા ચોર 6 મિનિટમાં જ અંદરથી માલ સામાનની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી.

નંબર પ્લેટ વિનાની બાઈક લઈને આવ્યા તસ્કરો
સાબરકાંઠાના પ્રાંતિજમાં સલાલમાં એક મોલમાં સોમવારે પરોઢિયે બે તસ્કરો નંબર પ્લેટ વગરની બાઈક લઈને આવ્યા હતા. બંનેએ આજુબાજુમાં નજર ફેરવી સળિયાથી દુકાનનું તાળું તોડી નાખ્યું હતું અને અંદર જઈને લૂંટ ચલાવી હતી. ખાસ વાત એ છે કે, મોલમાં ઘુસેલા ચોરોને રોકડ હાથે ન લાગતા પ્લાસ્ટિકનો કોથળો લઈને તેમાં કાજુ-બદામના પેકેટ સહિતની વિવિધ ચીજ વસ્તુઓ અને તેલનો ડબ્બો મળીને કુલ 28 હજારનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા. બંનેએ દૂર મૂકેલું બાઈક મોલ સુધી લાવ્યા પછી ચોરેલો સામાન સાથેનો કોથળો તેમાં મૂક્યો અને દુકાનનું શટર નીચે કરીને ત્યાંથી જતા રહ્યા હતા.

ADVERTISEMENT

6 મિનિટમાં દુકાનમાં હાથ સાફ કરી નાખ્યા
ચોરીના બનાવની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સવારે 4.28 વાગ્યે મોલમાં ઘુસેલા તસ્કરોએ 4.34 વાગ્યા સુધીમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો અને માત્ર 6 મિનિટમાં જ દુકાનમાં હાથ સાફ કરીને ભાગી ગયા હતા. સુપરમાર્કેટના માલિકને આ અંગે જાણ થતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરોની તપાસ હાથ ધરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT