સાબરકાંઠાઃ ઝરમર વરસાદ વચ્ચે હરખાયો ખેડૂતઃ નાચી ગાઈ વ્યક્ત કરી ખુશી, Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

સાબરકાંઠાઃ સાબરકાંઠામાં થોડા જ કલાક પહેલા પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. દરમિયાનમાં હવે જ્યારે ઝરમર વરસાદ પડી રહ્યો છે ત્યારે સાબરકાંઠાના ખેડૂતોમાં હરખ જોવા મળી રહ્યો છે. દરમિયાનમાં એક ખેડૂતનો નાચતો ગાતો અને માહોલને માણતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશ્યલ મીડિયામાં ફરતો થયો છે જેમાં ખેડૂત હરખાઈ રહ્યો છે.

સીઝન સારી રહે તેવી લોકોની પ્રાથના
સાબરકાંઠામાં પોણા ચાર ઈંચ વરસાદ વચ્ચે જ્યારે વરસાદ બંધ થયો છે ત્યારથી પાણી ઓસરવા લાગ્યા છે અને જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા તે હવે ખાલી થવા લાગ્યું છે. જોકે નીચાણવાળા વિસ્તારોની હાલત હજુ સામાન્ય થઈ નથી ત્યારે વરસાદે મોટો વિરામ લેતા આ પાણી પણ ઓસરી જશે તેવી આશાઓ જાગી છે.

દરમિયાનમાં ખેડૂતો માટે જાણે આ હરખના તેડાં હોય તેમ ઝરમરીયો વરસાદ અને ખુશનુમા માહોલ એક અલગ જ અનુભૂતિ લઈને આવ્યો છે. હાલ તો ખેડૂતો હરખાઈ રહ્યા છે. જોકે શરૂઆતમાં જ આટલી જોરદાર બેટિંગ કરતા વરસાદે ગુજરાતના મોટાભાગના શહેરો જિલ્લાઓને પાણીથી ભરી દીધા છે ત્યારે આગામી સમયમાં પણ ખેડૂતો આટલા જ હરખમાં રહે અને વરસાદ સારી સીઝન લઈને આવે તેવી લોકો પ્રાથના કરી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT