સાબરકાંઠાઃ 70 વર્ષના દાદાના થયા લગ્ન, પુત્ર-પૌત્રએ લગાવવી પીઠી, કર્યા ગરબા

ADVERTISEMENT

સાબરકાંઠાઃ 70 વર્ષના દાદાના થયા લગ્ન, પુત્ર-પૌત્રએ લગાવવી પીઠી, કર્યા ગરબા
સાબરકાંઠાઃ 70 વર્ષના દાદાના થયા લગ્ન, પુત્ર-પૌત્રએ લગાવવી પીઠી, કર્યા ગરબા
social share
google news

હસમુખ પટેલ.સાબરકાંઠાઃ સમગ્ર વિશ્વમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ નોખી તેમજ અનોખી છે. જે અંતર્ગત સાબરકાંઠાના પોશીના તાલુકાના નારા ગામે 70 વર્ષીય વૃદ્ધના અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં ચોથી પેઢી એ પુત્ર અને પૌત્રો દ્વારા યોજાયેલા આ લગ્નમાં સમગ્ર આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અન્ય સમાજોમાં આ પ્રકારે વૃદ્ધોના લગ્નને અને સંબંધોને જે નજરે જોવાય છે તેના કરતા આદિવાસી સમાજના આ પ્રકારના રીત રીવાજો બહોળા દૃષ્ટીકોણ ખોલનારા સાબીત થાય છે.

પુતિન પર ડ્રોન એટેક: રશિયાના રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી ગયેલા ડ્રોનને તોડી પડાયું

લગ્ન ગીતો અને ગરબાની રમઝટ
સાબરકાંઠા બનાસકાંઠા તેમજ અરવલ્લી વિસ્તારમાં રહેતા વનવાસી લોકોના રીત રિવાજો કંઈક અલગ હોય છે ત્યારે આ વિસ્તારમાં આજે પણ પેઢી દર પેઢી એ વિશેષ લગ્ન ઉત્સવ મનાવતો હોય છે ત્યારે સાબરકાંઠાના પોશીના તાલુકાના નારા ગામે ચોથી પેઢીમાં પુત્ર અને પૌત્રો દ્વારા પોતાના દાદા દાદીના અનોખા લગ્ન કરાવ્યા હતા. 70 વર્ષની ઉંમર ધરાવતા દાદા દાદીના લગ્નમાં પુત્ર અને પૌત્રે પીઠી લગાવી ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ પ્રસંગે સ્થાનિક વિસ્તારમાંથી મોટાભાગના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમ જ ધામધૂમ પૂર્વક યોજાયેલા આ લગ્નમાં પુત્ર અને પૌત્રો લગ્ન ગીત તેમજ ગરબા ગાતા પણ જોવા મળ્યા હતા. જોકે ૭૦ વર્ષે લગ્ન થતું હોવાના પગલે સ્થાનિક વિસ્તારમાંથી કેટલાક લોકો કુતુહલતાપૂર્વક પણ હાજર રહ્યા હતા. આજે પણ આ વિસ્તારમાં સંસ્કૃતિ અનોખી રીતે ટકી રહી છે તેમ કહેવું યથાર્થ બની રહે છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT