હિંમતનગરઃ 40kમાં ગર્ભપરિક્ષણ કરવાના મામલામાં ઝડપાયેલા ડોક્ટરની બગડી તબીયત, પોલીસ લઈ જશે રાજસ્થાન
હિંમત પટેલ.સાબરકાંઠાઃ તાજેતરમાં જાહેર થયેલા કેગના રિપોર્ટમાં સૌથી ઓછો કન્યા ના જન્મદર મામલે સમગ્ર ગુજરાતમાં સાબરકાંઠા નું નામ ખૂલ્યું છે. તો બીજી તરફ આજે રાજસ્થાનની…
ADVERTISEMENT
હિંમત પટેલ.સાબરકાંઠાઃ તાજેતરમાં જાહેર થયેલા કેગના રિપોર્ટમાં સૌથી ઓછો કન્યા ના જન્મદર મામલે સમગ્ર ગુજરાતમાં સાબરકાંઠા નું નામ ખૂલ્યું છે. તો બીજી તરફ આજે રાજસ્થાનની PDNT ટીમ દ્વારા હિંમતનગરની વર્ષો જૂની યશદીપ હોસ્પિટલમાં કન્યા ભ્રુણ તપાસ કરવા મામલે રેડ કરી ₹40,000 ના મુદ્દા માલ સાથે સોનોગ્રાફી મશીન તેમજ અન્ય જરૂરી દસ્તાવેજ કબજે લેતા સમગ્ર જિલ્લામાં કરપરાટ સર્જાયો હતો. જોકે ડોક્ટરોની તબિયત બગડતા બંને ડોક્ટરોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમજ રાજસ્થાન પોલીસ દ્વારા બંને ડોક્ટર ને વિવિધ કલમો હેઠળ રાજસ્થાન લઈ જવાની તજવીજ હાથ ધરાઈ છે.
મહિલા દલાલની પણ કરી છે અટકાયત
સાબરકાંઠાનું હિંમતનગર દિન પ્રતિદન આરોગ્ય સેવાઓ માટે રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાતનું હબ બની રહ્યું છે ત્યારે આજે રાજસ્થાનની PDNT ટીમ દ્વારા ભ્રુણ પરિક્ષણ મામલે હિંમતનગરની વર્ષો જૂની એચડી હોસ્પિટલમાં રેડ કરાઈ હતી. જેમાં સ્થાનિક મહિલા સહિત 40000 રૂપિયા આપી મહિલા દલાલની પણ અટકાયત કરાઈ છે. જેમાં હિંમતનગરની એચડી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર મહેન્દ્ર સોની તેમજ ડોક્ટર દીપક પટેલ મેર અંગે હાથ ઝડપી લેવામાં રાજસ્થાનની 10 જેટલા સભ્યોની ટીમને સફળતા મળી છે. જે અંતર્ગત આ હોસ્પિટલમાં ભ્રૂણ પરિક્ષણ કરાતો હોવાની વિગતો સાથેનું સીટી સ્કેન મશીન સહિતના દસ્તાવેજો એકતા કરી લેવાયા છે. તેમજ બંને ડોક્ટરોને ઝડપી લેતા સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો છે.
Gujarat Rain: ધોરાજીના હાલ બેહાલ, ભાવનનગર-મહીસાગરમાં વરસાદ, તળાજાની નદીમાં આવ્યું પુર- Videos
જોકે સામાન્ય રીતે ભ્રૂણ પરિક્ષણ ઉપર વર્ષોથી પ્રતિબંધ હોવા છતાં દિન પ્રતિદિન વધતા જતા ભ્રૂણ પરિક્ષણના બનાવો મામલે રાજસ્થાન પોલીસ દ્વારા કરાયેલી કામગીરીના પગલે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ સામે પણ સવાલો ઊભા થયા છે ત્યારે રાજસ્થાન પોલીસે આજે રંગે હાથ બે ડોક્ટરોની ઝડપી લેતા સ્થાનિક વહીવટી તંત્ર સહિત ડોક્ટરો અને મેડિકલ સંસ્થાનોમાં પણ વ્યાપક ખળભળાટ વ્યાપ્યો છે. રાજસ્થાન પોલીસ દ્વારા કન્યાભૃણ મામલે આજે કરાયેલી કાર્યવાહી સહિત સોનોગ્રાફી મશીન અને 10,000 રૂપિયા કબજે લેવાયા છે. સાથોસાથ મહિલા દલાલની પણ અટકાયત કરાઈ છે. જોકે વિવિધ કલમો હેઠળ તમામ આરોપીઓ સામે ફોસ કાર્યવાહી થાય તે માટેના પ્રયાસો શરૂ કરાયા છે. સાથો સાથ PDNT અંતર્ગત ભ્રૂણ પરિક્ષણ કરનારા આરોપીઓ સામે ત્રણ વર્ષથી લઈ સાત વર્ષની સજાનું પણ પ્રાવધાન હોવાના પગલે આગામી સમયમાં હિંમતનગરના બંને ડોક્ટરોની રાજસ્થાનના ઉદયપુર લઈ જવા છે. તેમજ કાયદામાં બનાવાયેલા નિયમ અનુસાર ઠોસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
ADVERTISEMENT
રાજચંદ્ર ભાણ યાદવ, ઉદેપુર પોલીસ કર્મચારી
જોકે એક તરફ રાજસ્થાન સરકાર દ્વારા ભ્રુણ પરિક્ષણ માટે ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગરમાંથી રંગે હાથ ડોક્ટરને ઝડપી લેતા હાલ પૂરતું સ્થાનિક વહીવટી તંત્રનું નાક કપાયું હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે આગામી સમયમાં આ મામલે તંત્ર દ્વારા કેવા અને કેટલા પગલાં લેવાય છે તે પણ મહત્વનું બની રહે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT