સાબરકાંઠાઃ અશ્વિન કોટલાવે રાજસ્થાનમાં બનનારા ડેમનો કર્યો વિરોધ, કહ્યું ‘ગુજરાતને તરસવું પડશે’

ADVERTISEMENT

gujarattak
social share
google news

હસમુખ પટેલ.સાબરકાંઠાઃ ગુજરાતમાં આગામી સમયમાં સિંચાઈ સહિત પીવાના પાણીની સમસ્યા સર્જાય તેવી વીતી ઊભી થઈ છે ત્યારે આજે ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે રાજસ્થાનમાં બની રહેલા બંને જળાશય ઉપર રોક લગાવવાની માગણી કરી હતી. સાથોસાથ આગામી સમયમાં આ મામલે ઠોસ કાર્યવાહી ન થાય તો પ્રધાનમંત્રી સુધી પહોંચવા રજૂઆત કરીશું તેવી વાત કરી છે.

રાજસ્થાનમાં બને છે બંને નદીઓ પર જળાશય
રાજસ્થાન સરકાર દ્વારા સાબરમતી તેમજ સહી નદી ઉપર ચકસાર માંડ્યા સહિત બુજા ડેમ બનાવવાની બજેટમાં રજૂઆત કરી હતી સાથોસાથ તેના માટે 2558 કરોડ જેટલી રકમની ફાળવણી કરી સ્થાનિક કક્ષાએ માપણીની શરૂઆત કરાઈ છે. ત્યારે હવે સાબરકાંઠા જિલ્લા કક્ષાએ આ મામલે રાજકારણ કરવામાં આવ્યું છે. આજે શુક્રવારે ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે સાબરકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આ મામલે આગામી સમયની ગંભીરતા જણાવી હતી. સાથોસાથ સમગ્ર આદિવાસી સમાજને થનારા અન્યાય મામલે રજૂઆત કરી હતી. જોકે વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં આ મામલે ઠોસ પગલાં ન લેવાય તો દેશના પ્રધાનમંત્રી સુધી ધરોઈ જળાશય મામલો લઈ જવાની રજૂઆત કરી છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં પીવાના પાણી સહિત સિંચાઈ માટે ધરોઈ યોજના એક માત્ર આધારભૂત સ્તંભ છે ત્યારે રાજસ્થાનમાં બંને નદીઓ ઉપર જો જળાશય બનશે તો આગામી સમયમાં પાંચ જિલ્લાઓ સહિત હજારો હેક્ટર માટે પાણીની સમસ્યા સર્જાશે તે નક્કી છે ત્યારે જોવું રહે છે કે આગામી સમયમાં કેવા પરિણામો નિર્માણ પામે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT