સાબરકાંઠામાં નવા વાઈરસની એન્ટ્રી? એક બાદ એક 4 બાળકોના મોતથી તંત્ર દોડતું થયું
Sabarkantha News: ગુજરાતમાં કોરોનાની મહામારી બાદ વધુ એક વાઈરસનો પ્રકોપ સામે આવ્યો છે. સાબરકાંઠાની સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકના મોત અચાનક મોત થયા છે. આશંકા છે કે બાળકોના મોત ચાંદીપુરમ વાયરસથી થયા છે.
ADVERTISEMENT
Sabarkantha News: ગુજરાતમાં કોરોનાની મહામારી બાદ વધુ એક વાઈરસનો પ્રકોપ સામે આવ્યો છે. સાબરકાંઠાની સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકના મોત અચાનક મોત થયા છે. આશંકા છે કે બાળકોના મોત ચાંદીપુરમ વાયરસથી થયા છે. હાલમાં બાળકોના સેમ્પલને તપાસ માટે પુના મોકલાયા છે. એકસાથે ચાર બાળકોના મોતથી જિલ્લામાં હડકંપ મચી ગયો છે.
બે દિવસમાં ચાર બાળકોના મોત
હાલમાં એક બાળક સારવાર હેઠળ છે, તો એક બાળક સ્વસ્થ છે. અચાનક બાળકોના મોતને પગલે હવે તંત્ર કામે લાગી ગયું છે. નવા વાયરસને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સર્વે શરૂ કરાવ્યો છે. ખાસ છે કે ચાંદીપુરા વાયરસથી મગજમાં સોજો સહિતના લક્ષણો આવી જતા હોય છે. રિપોર્ટમાં વાયરસ હોવાનું બહાર આવ્યા બાદ બે દિવસમાં ચાર બાળકોના મોત થયા છે. તો અસરગ્રસ્ત દર્દીઓના ઘરે અને વિસ્તારમાં સર્વેન્સની કામગીરી ચાલી રહી છે.
6 દર્દીઓના સેમ્પલ ટેસ્ટિંગ માટે પુના મોકલાયા
નોંધનીય છે કે, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓ દાખલ હતા. તેમાં સાબરકાંઠાના ખેડબ્રહ્માના એકનું મોત જ્યારે અરવલ્લીના બે લોકોના મોત થયા. પાંચ લોકોના સેમ્પલ હાલમાં ટેસ્ટિંગ માટે પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે હજુ એક સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવાનો બાકી છે, સેમ્પલના રિપોર્ટ સોમવારે આવશે. ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ થયું દોડતું છે. આજે વાઈરલ મુદ્દે ઉચ્ચ અધિકારીઓની મીટિંગ યોજાઈ શકે છે.
ADVERTISEMENT
ચાંદીપુરા વાયરસ શું છે?
ચાંદીપુરા વાયરસ પ્રમાણમાં ઓછો જાણીતો વાયરસ છે જે રાબડોવિરિડે, જીનસ વેસિક્યુલોવાયરસનો છે. આ વાયરસની ઓળખ સૌપ્રથમ 1965 માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં ફાટી નીકળતી વખતે થઈ હતી, તેથી તેનું નામ છે. ત્યારથી, ભારતના વિવિધ ભાગોમાં તેમજ એશિયા અને આફ્રિકાના અન્ય દેશોમાં છૂટાછવાયા રોગચાળો નોંધાયો છે.
આ વાયરસના લક્ષણો
ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે, અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે.
ADVERTISEMENT
(ઈનપુટ: હસમુખ પટેલ, સાબરકાંઠા)
ADVERTISEMENT
ADVERTISEMENT