પશુપાલકો આનંદોઃ સાબર ડેરીએ કર્યો 18.50 ટકા જેટલો ભાવ વધારો, ચેરમેન પદ માટે નવા નિયમોથી કોને લાભ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

હસમુખ પટેલ.સાબરકાંઠાઃ સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવા દોરી સમાન સાબર ડેરીએ આજે 59 ની જનરલ સભા કરી 18.50 ટકા દૂધનો ભાવ વધારો જાહેર કર્યો હતો. તેમજ આગામી સમયની ચૂંટણી માટે વિવિધ નિયમો બનાવતા સ્થાનિક કક્ષાએ વિરોધ પણ સર્જાયો હતો.

નવા નિયમોથી કોને થશે લાભ?
સાબર ડેરી દ્વારા આજે તેની 59 મી જનરલ સભા યોજવામાં આવી હતી. જેમાં છેલ્લા એક વર્ષથી દૂધના ભાવ વધારાની રાહ જોતા પશુપાલકો માટે 18.50 ટકા જેટલો ભાવ વધારો જાહેર કરાયો છે, જે આગામી ત્રણ તારીખ સુધીમાં પશુપાલકોના એકાઉન્ટમાં પહોંચશે સાથોસાથ 59 ની જનરલ સભા અંતર્ગત આગામી સાબર ડેરીની ડિરેક્ટર પદ માટેની ચૂંટણી માટેના કેટલાક નિયમોમાં ફેરફાર કરાયો છે. જેમાં હવેથી ડિરેક્ટર પદ માટે પાંચ લાખનું શેર ભંડોળ ધરાવનારી મંડળી જ તેની ઉમેદવારી કરી શકશે. તેમજ 3500 દૂધ ભરાવનાર ચેરમેન જ ડિરેક્ટર પદ માટે લાયક ગણાશે. જોકે અચાનક કરાયેલા આ નિયમના પગલે સાબર ડેરીમાં જનરલ સભામાં વિરોધાભાસ સર્જાતા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નિયમોના પગલે સામાન્ય ડેરીઓને ભારે નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરી છે. સાથોસાથ સાબર ડેરીમાં હાલના ડિરેક્ટર પદને ટકાવી રાખવા માટે આવા નિયમો કરાયા હોવાનું આક્ષેપ કર્યો છે.

ધવલસિંહ ઝાલા, ધારાસભ્ય, બાયડ

ADVERTISEMENT

રણજીતસિંહ સોલંકી, ચેરમેન, વાસણા દૂધ મંડળી

જૂનાગઢઃ ડેમનું પાણી છોડાતા ગામે ગામો ડૂબ્યા, 15 સેકંડમાં ઘર પાણીમાં થયું ગરકાવ- Video

જોકે 59 મી જનરલ સભા અંતર્ગત સાબર ડેરીના પશુપાલકો માટે 18.50 ટકા ભાવ વધારો જાહેર કર્યા બાદ અમુલ ફેડરેશન સહિત સાબરડેરીના ચેરમેન શામળ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 50 વર્ષથી સાબર ડેરીના મોટાભાગના નિયમોમાં કોઈપણ પ્રકારનો ફેરબદલ કરાયો નથી. જેના પગલે હાલમાં જે તે દૂધ મંડળીના ચેરમેન માટે આવા ફેરફારો કરાયા છે, જેનાથી સાબર ડેરીની દૂધની આવકમાં વધારો થશે તે નક્કી છે. જોકે હાલના તબક્કે જનરલ સભામાં નિર્ણયનો વિરોધ માત્ર બે ચાર લોકો દ્વારા જ કરાયો છે પરંતુ મોટાભાગની દૂધ મંડળીના ચેરમેનોએ આ નિયમને બહાલી આપી છે. જેના પગલે આગામી સમયમાં ડિરેક્ટર પદ માટે નવા નિયમો અમલી બનશે. જોકે તેનાથી દૂધની આવક વધવાની છે તે નક્કી બાબત છે.

ADVERTISEMENT

શામળ પટેલ, ચેરમેન, અમુલ ફેડરેશન તેમજ સાબર ડેરી

ADVERTISEMENT

જોકે 900 થી વધારે દૂધ મંડળીઓ ધરાવનારી સાબર ડેરીમાં હાલના તબક્કે વિવિધ વિરોધાભાસ વચ્ચે આગામી સમયમાં યોજાનારી સાબર ડેરીની ચૂંટણી માટેના કેટલાક નિયમોમાં ફેરફાર કરાયો છે જે હકીકત છે. જોકે તેનાથી કેટલો ફાયદો પશુપાલકોને થશે અને કેટલો પદાધિકારીઓને એ તો સમય જ બતાવશે.

    follow whatsapp

    ADVERTISEMENT