ગુજરાતઃ તૈયાર કરાશે 10 વર્ષનું સરકારી ભરતી કેલેન્ડર, 2014ના કેલેન્ડરનું શું થયું? જાણો
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા આવનારા દસ વર્ષ માટે સરકારી ભરતીઓનું કેલેન્ડર તૈયાર કરવાના પ્લાનીંગમાં છે. આ મુજબ વિવિધ સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા આવનારા દસ વર્ષ માટે સરકારી ભરતીઓનું કેલેન્ડર તૈયાર કરવાના પ્લાનીંગમાં છે. આ મુજબ વિવિધ સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવે તે માટેનું આયોજન દર્શાવતું એ કેલેન્ડર બનાવવામાં આવ્યું છે. આ કેલેન્ડર મામલે સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચા પણ કરી દેવાઈ છે. વર્ષ 2014માં પણ સરકાર દ્વારા આવી જ રીતે 10 વર્ષના પ્લાનીંગનું કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું હતું. જોકે તે પ્લાનીંગ અને હકીકતમાં કેટલો ભેદ છે તે સંદર્ભે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, 2014ના કેલેન્ડરમાં 154417 જગ્યાઓને ભરતી કરવાનો લક્ષ્ય મુકવામાં આવ્યો હતો.
કયા વિભાગોમાં 2033 સુધી ખાલી પડશે જગ્યાઓ?
ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ કહે છે કે, ગુજરાત સરકારે આવનારા દસ વર્ષ માટે સરકાર હસ્તકના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા માટે કેલેન્ડર તૈયાર કરવાનું આયોજન કર્યું છે. જેમાં સિદ્ધાંતિક મંજુરી પણ મળી ગઈ છે. આગામી જુન, જુલાઈ તથા ઓગસ્ટ મહિનામાં ભરતી કેલેન્ડર મામલે બેઠકો કરવામાં આવશે. 2033 સુધીમાં ગુજરાતમાં ખાલી પડવાની વિવિધ વર્ગની જગ્યાઓ મામલે કેલેન્ડર તૈયાર કરવામાં આવશે.
જુનાગઢઃ કિશોરની મળેલી લાશમાં મોટો ઘટસ્ફોટ, અન્ય સગીરે જુગારના મામલે હત્યા કર્યાનું આવ્યું સામે
લક્ષ્ય કરતા વધારે ભરતી કરીઃ ગુજરાત સરકાર
ભરતી કેલેન્ડર માટે નાણા વિભાગ, જાહેર વહીવટી વિભાગ અને ભરતી બોર્ડ્સની બેઠકો પણ કરવામાં આવશે. 2014ના કેલેન્ડરમાં અગાઉ 154417 જગ્યાઓને ભરતી કરવાનો લક્ષ્ય મુકવામાં આવ્યો હતો, જોકે તેની સામે 167255 જેટલી જગ્યાઓ પર સીધી ભરતી કરવામમાં આવી હોવાનું ઋષિકેશ પટેલે કહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT