Rupala Controversy: અમદાવાદમાં ક્ષત્રિય સમાજની મહિલાઓને કરાઈ નજરકેદ, ગીતાબાનો મોટો દાવો
Rupala Controversy: ક્ષત્રિય સમાજની મહિલા અગ્રણી ગીતા બાએ દાવો કર્યો છે કે, જૌહર કરવાની જાહેરાત કરનાર ક્ષત્રિય મહિલાઓને બોપલ ખાતેના મકાનમાં નજરકેદ કરવામાં આવી છે.
ADVERTISEMENT
Rupala Controversy: લોકસભા ચૂંટણી નજીક છે અને રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવારનો ક્ષત્રિય સમાજનો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો. જોકે, ક્યાંક રૂપાલાને સમર્થન મળી રહ્યું છે તો ક્યાંય હજુ પણ વિરોધની જ્વાળા યથાવત છે. એવામાં ક્ષત્રિય સમાજ દ્વારા તેમની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જેને લઈને ક્ષત્રિય સમાજે બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું જેને લઈ હજુ સુધીમાં નિર્ણય ન લેવાતા ક્ષત્રિય સમાજની કેટલીક મહિલાઓએ દાવો કર્યો કે તે આજે 4 વાગ્યે અમદાવાદ કમલમ ખાતે જૌહર કરશે. પરંતુ તેની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ક્ષત્રિય સમાજની મહિલા અગ્રણી ગીતા બાએ દાવો કર્યો છે કે, જૌહર કરવાની જાહેરાત કરનાર ક્ષત્રિય મહિલાઓને બોપલ ખાતેના મકાનમાં નજરકેદ કરવામાં આવી છે.
વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલાનું મોટું નિવેદન
અંબરીશ ડેર દ્વારા રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં કાર્યક્રમ યોજાયો. વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલાનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે, હું એક બે દિવસમાં ફોર્મ ભરવાની જાહેરાત કરીશ. રાજકોટમાં વસતા લોકોને પાઘડીબધ હાજર રહેવા અપીલ કરી.રૂપાલાએ જાહેરાત કરીકે તેઓ જ ચૂંટણી લડશે.
રાજકોટ-ક્ષત્રિય સમાજની આજે બેઠક
રાજકોટ-ક્ષત્રિય સમાજની આજે બેઠક મળશે. 90 સંસ્થાઓના પ્રતિનિધીઓ પૈકી આંદોલન કમિટીના સભ્યો રાજકોટ આવશે. રૂપાલાની ટિકીટ રદ્દ નહિ થતા આગામી કાર્યક્રમોની રણનિતી ઘડશે. બેઠક પૂર્ણ થયા બાદ સાંજે રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે. ક્ષત્રિય સમાજ સાથે આંદોલન સમિતીના સભ્યો પણ જોડાશે.
ADVERTISEMENT
આ પણ વાંચો:- 'હે શક્તિ તમે શાંત રહેજો...', કોંગ્રેસ નેતા Paresh Dhanani એ કવિતા લખી, પ્રજ્ઞાબા ઝાલાનો વીડિયો કર્યો પોસ્ટ
ક્ષત્રિય સમાજે કરી છે રાજકોટના ઉમેદવાર બદલવાની માંગ
નોંધનીય છે કે, ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદન બાદથી રાજ્યભરમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાને હટાવવા માટે માંગ કરી છે. રાજ્યભરમાં તેમનો વિરોધ પણ ચાલી રહ્યો છે. ગોંડલમાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં પરશોત્તમ રૂપાલાએ માફી માંગી હતી. તેમ છતાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT