RTE માં પ્રથમ વખત અમદાવાદમાં 170 વિદ્યાર્થીઓના એડમિશન રદ, જુઓ શું ભૂલ કરી
અમદાવાદમાં RTEમાં ભણતા બાળકોના વાલીની આવક મર્યાદા કરતાં પણ વધુ જોવા મળી હતી. RTE હેઠળ દર્શાવાતી આવક કરતા વધુ આવક મળી આવતા શાળાએ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ થઈ ત્યારે ખોટી આવકનો ખુલાસો થતા 170 વિદ્યાર્થીના એડમિશન રદ કરવામાં આવ્યા છે
ADVERTISEMENT
RTE admission: શૈક્ષણિક વર્ષ 2024-25 માં RTE (Right to Education) હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા (RTE admission process in Gujarat) તારીખ 30 માર્ચના રોજ સમાપ્ત થઈ ગઈ છે. જેમાં કેટલાક વાલીઓએ ખોટી આવક દર્શાવી એડમિશન માટેની અરજી કરી દીધી હતી. અમદાવાદમાં શિક્ષણ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. RTE હેઠળ એડમિશન માટે ખોટી આવક દર્શાવનાર 170 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે.
ખોટી આવકના કારણે 170 વિદ્યાર્થીના એડમિશન રદ
અમદાવાદમાં RTEમાં ભણતા બાળકોના વાલીની આવક મર્યાદા કરતાં પણ વધુ જોવા મળી હતી. જેને પગલે આવા બાળકોના રેગ્યુલર એડમિશન કરવા વાલીઓને સૂચના અપાઇ હતી. RTE હેઠળ દર્શાવાતી આવક કરતા વધુ આવક મળી આવતા શાળાએ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ થઈ ત્યારે ખોટી આવકનો ખુલાસો થતા 170 વિદ્યાર્થીના એડમિશન રદ કરવામાં આવ્યા છે. રદ થયેલ એડમિશનમાં ઉદગમ સ્કૂલના 106 અને ગ્લોબલ સ્કૂલના 46 એડમિશન જ્યારે ઝેબર સ્કૂલના 10, આનંદ નિકેતન સ્કૂલના 6 એડમિશન રદ કરવામાં આવ્યા છે. તેમજ ખોટી આવક દર્શાવનાર વાલીઓ સામે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે.
RTE 2024-25 હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં 2 લાખથી વધુ ફૉર્મ ભરાયા, આ તારીખે પ્રથમ રાઉન્ડ થશે જાહેર
શું છે RTE?
શિક્ષણનો અધિકાર કાયદો 2009 (RTE) દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. તે 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે. આ અધિનિયમના આ અમલથી ભારત વિશ્વના 135 દેશોમાંનો એક એવો દેશ બન્યો કે જ્યાં શિક્ષણનો મૂળભૂત અધિકાર છે. જો કે આ પછી પણ આવી અનેક ખામીઓ અને પડકારો છે જેના કારણે દેશના હજારો બાળકો ફરજિયાત શિક્ષણથી વંચિત રહે છે. તો ચાલો આજે આપણે શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 નું મહત્વ અને ઉદ્દેશ્ય શું છે તેના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT