લુણાવાડાના રાજવી સિદ્ધરાજસિંહજી બન્યા નિ-ક્ષય મિત્ર, 27 થી વધુ દર્દીઓને લીધા દત્તક

ADVERTISEMENT

gujarattak
social share
google news

વીરેન જોશી, મહીસાગર: સરકાર ટીબી મુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ભારત માંથી ટી.બી. દૂર કરવા તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સરકાર સવાર દ્વારા નિ-ક્ષય મિત્ર અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત લુણાવાડાના રાજવી સિદ્ધરાજસિંહજી દ્વારા ટીબીના તમામ દર્દીને સારી સારવાર મળી રહે તે માટે દત્તક લેવામાં આવ્યા.

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ટીબી નાબુદી માટે લોક ભાગીદારીનું અભિયાન ચાલવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે દેશના પ્રધાનમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી છે કે દરેક વ્યક્તિ, દરેક સંસ્થા, સિવિલ સોસાયટી સાથે જોડાયેલા પ્રતિનિધિ, જન પ્રતિનિધિ, બિન સરકારી સંસ્થા, કોર્પોરેટ સંસ્થા ટીબી મુક્ત ભારત અભિયાન બનાવવામાં સક્રિય ભૂમિકા નિભાવે અને જેના માટે કેન્દ્ર સરકાર દ્વારા નિ-ક્ષય મિત્ર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

પ્રોટીનયુક્ત પોષણ કીટ આપવામાં આવી
કેન્દ્ર સરકારના નિ-ક્ષય મિત્ર અભિયાન અંતર્ગત શ્રી અંબાજી માતાજી મંદિર ટ્રસ્ટ, લુણાવાડાના પ્રમુખ  સિદ્ધરાજસિંહજી તરફથી લુણાવાડા શહેરના અર્બન હેલ્થ સેન્ટર ખાતે સારવાર પર મૂકવામાં આવેલ ટીબીના તમામ દર્દીને સારવાર શરૂ રહે ત્યાં સુધી પ્રોટીનયુક્ત પોષણ કીટ આપવામાં આવશે.

ADVERTISEMENT

ટીબી નાબૂદી અભિયાનને સફળ બનાવવા પ્રયાસ
કેન્દ્ર સરકારના નિ-ક્ષય મિત્ર અભિયાન અંતર્ગત લુણાવાડા શહેરના ટીબી રોગના દર્દીઓને પોષણ કીટ નુ વિતરણ કરવામાં આવ્યુ હતું. સરકારના નિ-ક્ષય મિત્ર અભિયાન અંતર્ગત શ્રી અંબાજી માતાજી મંદિર ટ્રસ્ટ ધ્વારા જીલ્લા ક્ષય કેન્દ્રના માર્ગદર્શન દ્વારા ટીબીના હાલ સારવાર પર ના 27 થી પણ વઘુ દર્દીઓને કીટ આપવમાં આવી હતી. કેન્દ્ર સરકારના ટીબી નાબૂદી અભિયાનને સફળ બનાવવા રાજવી  સિદ્ધરાજસિંહજી સોલંકી દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.

રાજવી  સિદ્ધરાજસિંહજી સોલંકી દ્વારા  ટીબીના તમામ દર્દીને સારી સારવાર મળી રહે તે માટે દત્તક લેવામાં આવ્યા છે. તેમણે બીજા સમાજસેવીઓને પણ અપીલ કરી છે કે, સરકારના આ અભીયાનમા જોડાઈ અને વધૂને વધૂ ટીબીના દર્દીઓને યોગ્ય પોષણક્ષમ સહાય મળી રહે અને ટીબી મુક્ત અભિયાન સફળ થાય અને દેશ ટીબી મુક્ત બની શકે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT