પાવાગઢ જવાના હોવ તો આ ખાસ વાંચી લેજો, ભક્તો માટે 6 દિવસ બંધ રહેશે આ સુવિધા

ADVERTISEMENT

Panchmahal News
માઈભક્તો માટે ખાસ સમાચાર
social share
google news

Panchmahal News: પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે મહાકાળી માતાજીનું શક્તિપીઠ આવેલું છે. યાત્રાધામ પાવાગઢ ખાતે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. પવિત્ર યાત્રાધામ પાવગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે જતાં ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પાવગઢ ખાતે આવતીકાલથી આગામી 6 દિવસ માટે રોપ-વે સેવાઓ બંધ રહેશે. 

6 દિવસ રોપવે સેવા રહેશે બંધ

પાવાગઢ ખાતે તારીખ 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રોપ વે સેવા બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી માટે પાવગઢમાં 6 દિવસ સુધી રોપ-વે સેવા બંધ રાખવાનું ઉષા બ્રેકો કંપની દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ રોપ-વે સેવા રાબેતા મુજબ ચાલું થઈ જશે. જોકે, આ દરમિયાન ભક્તો ડુંગર ચડીને માતાજીના દર્શન કરવા જઈ શકશે. 

10 ઓગસ્ટ સુધી રોપવે સેવા બંધ રહેશે

પાવગઢ મંદિર ખાતે મહાકાળી માતાજીના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં માઈભક્તો આવતા હોય છે. પાવગઢ ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કરવા જતા યાત્રાળુઓની સુવિધા માટે રોપ-વે ઉપલબ્ધ છે. આ રોપ-વેની સમય-સમય પર મેન્ટેનન્સી કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વખતે 6 દિવસ સુધી મેન્ટેનન્સી કામગીરી હાથ ધરાશે. જેથી 10 ઓગસ્ટ સુધી રોપવે સેવા બંધ રહેશે.

ADVERTISEMENT

ઈનપુટઃ જયેન્દ્ર ભોઈ, પાવાગઢ

    follow whatsapp

    ADVERTISEMENT