અમદાવાદની મોટી ઘટના : આંખમાં મરચું નાખીને 65 લાખ રૂપિયા લૂંટી ગયા લૂંટારૂઓ, પોલીસ દોડતી થઈ

ADVERTISEMENT

Ahmedabad Crime News
અમદાવાદમાં લૂંટ
social share
google news

Ahmedabad Crime News: અમદાવાદમાં એલિસબ્રિજ વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે. આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખ રૂપિયા લૂંટીને લૂંટારૂઓ ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો  છે. 

એલિસબ્રિજ વિસ્તારમાં લૂંટની ઘટના

મળતી માહિતી અનુસાર, શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા જિમખાના પાસે આંગડિયા પેઢીનો કર્મચારી રિક્ષામાં બેસીને જઈ રહ્યો હતો, આ દરમિયાન સ્કૂટર પર 2 લૂંટારુઓ આવ્યા હતા. જે બાદ બંને લૂંટારાઓ આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાંની ભૂકી નાંખી લાખો રૂપિયાની લૂંટ ચલાવી છે.

65 લાખની લૂંટને આપ્યો અંજામ

લૂંટારાઓએ કર્મચારીઓના આંખમાં મરચાની ભૂકી નાંખીને 65 લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. લૂંટારાઓએ લૂંટને અંજામ આપવા માટે એરગનથી ફાયરિંગ પણ કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

ADVERTISEMENT

પોલીસે તપાસ હાથ ધરી


હાલ આ અંગેની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. તો ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. હાલ શહેરમાં નાકાબંદી કરીને લૂંટારુઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. 

    follow whatsapp

    ADVERTISEMENT