DAKOR મંદિરમાં પોલીસની હાજરીમાં લૂંટ, ભક્તોએ મંદિર ટ્રસ્ટે ખુશી ખુશી લૂંટ થવા દીધી
ડાકોર : ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી મંડળે આશરે 250 વર્ષથી ચાલત આવતી પરંપરાનું પાલન કર્યું હતું. અહીંના લોકરિવાજ અનુસાર સવારે મંદિરમાં પ્રતીકાત્મક ગોવર્ધન પુજા કરવામાં આવે…
ADVERTISEMENT
ડાકોર : ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી મંડળે આશરે 250 વર્ષથી ચાલત આવતી પરંપરાનું પાલન કર્યું હતું. અહીંના લોકરિવાજ અનુસાર સવારે મંદિરમાં પ્રતીકાત્મક ગોવર્ધન પુજા કરવામાં આવે છે. ત્યાર બાદ અન્નકુટ ઉત્સવ ઉજવવામાં આવે છે. જો કે આ પ્રસાદ કોઇને વહેંચવામાં નથી આવતો પરંતું ભક્તો તેની લૂંટ ચલાવે છે.
મંદિરની આસપાસના 80 ગામના ક્ષત્રિયો કરે છે લૂંટ
ડાકોર મંદિર દ્વારા આસપાસના 80 થી વધારે ગામોને અન્નકુટનો પ્રસાદ લેવા માટે તેડુ મોકલવામાં આવે છે. આ ગામના ક્ષત્રિય શ્રદ્ધાળુઓ દ્વારા મંદિરમાં રહેલા પ્રસાદને પ્રતિકાત્મક રીતે લૂંટવામાં આવે છે. આ પ્રસાદ મંદિરથી ન માત્ર પોતાના માટે પરંતુ સમગ્ર ફળીયા માટે લૂંટીને લઇ જવાનો હોય છે. આ પ્રસાદ ગામડે પોતાના ફળીયાના દરેક વ્યક્તિને મળે તેટલા પ્રમાણમાં લૂંટવાનો હોય છે. આ લૂંટ ઉત્સવમાં આસપાસનાં ક્ષત્રિયો જ ભાગ લઇ શકે છે. અન્ય કોઇને પણ તેમાં ભાગ લેવાની પરવાનગી નથી હોતી.
પ્રસાદ પિરસવા માટે પણ હોય છે ખાસ પરંપરા
આજે યોજાયેલા અન્નકુટમાં 125 મણની સામગ્રી પીરસાઇ હતી. જેમાં મુખ્યત્વે ભાત, બુંદી, જલેબી, મોહનથાળ, શાકભાજી, ફળ, ફળાદી વગેરે મુકવામાં આવ્યા હતા. સવા કિલોના બુંદીના લાડુ પર ગાયનું શુદ્ધ ઘી છાંટવામાં આવે છે. તુલસીનો હાર ચઢાવી શ્રીજી મહારાજને ભોગ ધરાવવામાં આવે છે. આ પ્રસાદી ધરાવવા માટે પણ બ્રાહ્મો સ્નાન કરીને ભીની ધોતી પહેરીને પલળેલી સ્થિતિમાં જ પીસરી હતી.
ADVERTISEMENT
(વિથ ઇનપુટ હેતાલી શાહ)
ADVERTISEMENT