માવઠું હજુ પીછો નહીં છોડેઃ મહીસાગરમાં વરસાદથી રસ્તા પાણી-પાણી, જાણો હવામાન વિભાગની આગાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Unseasonal rain forecast in Gujarat: ગુજરાત માટે લાંબા સમયથી કપરા દિવસો ચાલી રહ્યા છે. માવઠું રાજ્યનો પીછો છોડવા તૈયાર જ નથી. માવઠાથી ખેડૂતો ભારેત તારાજ થયા છે. શિયાળુ પાકને ખેડૂતો ખમી ન શકે તેવું નુકસાન થયું છે. તેવા સમયે હવામાન વિભાગે અને હવામન નિષ્ણાંતોએ રાજ્યમાં વરસાદની આગાહી અલગ-અલગ આગાહી કરી છે. મહત્વનું છે કે, આજે ફરી મહીસાગર જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યો છે. જિલ્લામાં વાતાવરણના બદલાવ સાથે સંતરામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસવાનો થયો શરૂ છે.

હવામાન વિભાગે શું કહ્યું?

હવામાન વિભાગે ગુરૂવારે બપોરે કરેલી આગાહીમાં એકાદ વિસ્તાર સિવાય પાંચ દિવસમાં વરસાદની કોઈ આગાહી કરી નથી. ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરતા અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે,’ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં વરસાદ થવાની કોઈ સંભાવના જ નથી.’

‘વાદળછાયું વાતાવરણ રહેશે’

તેઓએ જણાવ્યું છે કે, આ 5 દિવસ એટલે કે તારીખ 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી માત્ર દાહોદમાં વરસાદ પડી શકે છે. જ્યારે અન્ય કોઈ વિસ્તારમાં વરસાદની આગાહી નથી. તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ 5 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.

ADVERTISEMENT

હવામાન નિષ્ણાંતે શું કહ્યું?

તો બીજી બાજુ ગઈકાલે જ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે, 1 થી 5 ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

આ વિસ્તારમાં પડી શકે છે વરસાદ

તેઓએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના દરિયામાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વરસાદ પડી શકે છે. 1થી 5 ડિસેમ્બર સુધી રાજ્યના ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

ADVERTISEMENT

પડશે છુટાછવાયા ઝાંપટાઃ પરેશ ગોસ્વામી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 1 ડિસેમ્બરે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તો 2થી 4 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે. જોકે, આ દરમિયાન અતિભારે વરસાદની આગાહી નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT