‘MP મેડમે ચપ્પલ પહેરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી, અમે ચપ્પલ ઉતાર્યા તો…’, રિવાબાએ બધું કહી દીધું

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર/જામનગર: લોકસભાની ચૂંટણી પહેલા દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં ભાજપમાં નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. જામનગરમાં લાખોટા તળાવ ખાતે મહાનગરપાલિકાના કાર્યક્રમમાં જાહેરમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, સાંસદ પૂનમ માડમ અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે ઉગ્ર બોલચાલીની ઘટના સામે આવી છે. હવે સમગ્ર ઘટના પર મેયરની પ્રતિક્રિયા સામે આવી છે.

ઘટના અંગે રિવાબા જાડેજા શું બોલ્યા?
જામનગરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો. એમાં MP મેડમે પહેલા ટ્રિબ્યૂટ આપવાનું થયું એમાં તેમણે ચપ્પલ પહેરેલા હતા. પછી મારો વારો આવ્યો એટલે મેં પોતે ચપ્પલ ઉતારી શહીદોને શ્રદ્ધાંજલિ આપી. મારા પછી કોર્પોરેશનના લોકોએ પણ આ રીતે કર્યું. અમે સાઈડમાં ઊભા હતા. ત્યારે MPએ ટિપ્પણ કરી કે, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ આવા કાર્યક્રમમાં ચપ્પલ ઉતારતા નથી. પણ અમુક ભાન વગરના લોકો ઓવરસ્માર્ટ થઈને ચપ્પલ કાઢે છે. આવા કાર્યક્રમમાં તેમની આ ટિપ્પણી મને માફક ન આવી. એક સેલ્ફ રિસ્પેક્ટના ભાગ રૂપે મેં જવાબ આપ્યો હતો.

મેયરને કેમ કહ્યું, ઔકાતમાં રહેજો…
તેમણે વધુમાં કહ્યું કે, મેયર આ સમગ્ર ઘટનામાં ક્યાંય નહોતા. પરંતુ તેઓ MPની ફેવર લઈને મારી સાથે જોર જોરથી મારા મોઢા પર વાત કરતા હતા. એટલે સેલ્ફ રિસ્પેક્ટ જાળવવા માટે જ મારે તેમને ઓકાતમાં રહેવાનું કહેવું પડ્યું. તેમનું આ મેટરમાં કોઈ વાત નહોતી છતા વચ્ચે પડ્યા અને બોલ્યા એટલે મારે કહેવું પડ્યું.

ADVERTISEMENT

ઘટના અંગે મેયરે શું કહ્યું?
કાર્યક્રમ બાદ મીડિયા સમક્ષ હાજર થયેલા જામનગરના મેયર બીનાબેન કોઠારીને પત્રકારો દ્વારા ઘટના મામલે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારે તેમણે આ અંગે જણાવ્યું કે, એ અમારો ભારતીય જનતા પાર્ટીનો પારિવારિક મામલો છે અને એના બાબતમાં હું કોઈ કોમેન્ટ કરતી નથી. ચોક્કસ પણ મેયરે આ અંગે કંઈ બોલવાથી ઈનકાર કરી દીધો છે. પરંતુ રિવાબા જાડેજા અચાનક આટલા ગુસ્સે કેમ થયા તેનું ચોક્કસ કારણ તો તે જ જણાવી શકે છે.

ADVERTISEMENT

શું હતો મામલો?
જામનગરમાં લાખોટા તળાવ પાસે એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય રિવાબા જાડેજા એક મંચ પર સાથે હતા. દરમિયાન રિવાબા જાડેજા મેયરને કોઈ વાતને લઈને તતડાવી રહ્યા હોય છે. ત્યારે સાંસદ પૂનમ માડમ વચ્ચે પડીને સજાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે અચાનક બોલાચાલી થઈ અને મામલો ગરમાઈ ગયો. ભાજપના હોદ્દેદારો અને પબ્લિકની વચ્ચે જ રિવાબા જાડેજા સાંસદ પૂનમ માડમ પર ધુઆપૂઆ થતા જોવા મળ્યા હતા. જે ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ADVERTISEMENT

વીડિયોમાં રિવાબા ગુસ્સામાં બોલતા સંભળાય છે કે, ચૂંટણીમાં આપનું બહુ વડીલપણું જોવા મળ્યું હતું. જ્યારે અન્ય એક વીડિયોમાં તેઓ બોલી રહ્યા છે, અમુક લોકોને ભાન નથી પડતું સ્માર્ટ બનવા જાય છે. ત્યારે સ્થળ પર હાજર ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા પોલીસવડા દ્વારા મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT