સસરાના ઈન્ટરવ્યૂ વિશે સાંભળતા જ Rivaba Jadeja થયા ગુસ્સે, જાહેર કાર્યક્રમમાં જુઓ શું બોલી ગયા?
Ravindra and Rivaba Jadeja: જામનગરમાં રહેતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાના ઈન્ટરવ્યૂની ઓડિયો ક્લિપ વાઈરલ થયા બાદથી ચકચાર મચી ગઈ છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
જામનગરમાં પ્રધાનમંત્રી આવાસના લોકાર્પણ કાર્યક્રમમાં રિવાબા જાડેજાએ હાજરી આપી હતી.
કાર્યક્રમમાં પત્રકારે સસરાના ઈન્ટરવ્યૂ વિશે સવાલ કરતા રિવાબાને આવ્યો ગુસ્સો.
સસરાએ એક ઈન્ટરવ્યૂમાં રવિન્દ્ર અને રિવાબા જાડેજા સાથે કોઈ સંબંધ ન હોવાનું કહ્યું હતું.
Ravindra and Rivaba Jadeja: જામનગરમાં રહેતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાના ઈન્ટરવ્યૂની ઓડિયો ક્લિપ વાઈરલ થયા બાદથી ચકચાર મચી ગઈ છે. ઓડિયોમાં પિતા રવિન્દ્ર જાડેજા અને રિવાબા જાડેજા સાથે કોઈ સંબંધ ન હોવાનું કહે છે. જોકે આ બાદ રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સમગ્ર બાબત એક તરફની હોવાનું કહ્યું હતું. આ વચ્ચે રિવાબા જાડેજાને જાહેર કાર્યક્રમમાં સસરાના આરોપો અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જે સાંભળતા જ રિવાબા ગુસ્સામાં આવી ગયા હતા.
જામનગરમાં રિવાબાને કેમ આવ્યો ગુસ્સો?
પ્રધાનમંત્રી આવાસના લોકાર્પણના કાર્યક્રમનું આજે આયોજન કરાયું હતું. જામનગરમાં કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમને સસરાના ઈન્ટરવ્યૂ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. સવાલ સાંભળતા જ તેઓ ગુસ્સે થઈ ગયા હતા અને કહી દીધું કે, 'આજનો આ માહોલ, આપણે શેના માટે એકત્રિત થયા છીએ. એના માટે આપ મને વ્યક્તિગત સંપર્ક કરી શકો છો.' તેમનો આ વીડિયો પણ સામે આવ્યો છે.
પિતાએ રવિન્દ્ર જાડેજા પર કર્યા હતા આક્ષેપ
નોંધનીય છે કે, આ પહેલા દિવ્ય ભાસ્કરને આપેલા એક ઈન્ટરવ્યૂમાં અનિરુદ્ધસિંહ જાડેજા પુત્ર રવિન્દ્ર અને પુત્રવધુ રિવાબા જાડેજા વિશે ગંભીર આરોપો લગાવે છે. તેમણે રવિન્દ્ર અને રિવાબા સાથે કોઈ સંબંધ ન હોવાનું જણાવ્યું હતું અને 5 વર્ષથી પૌત્રીનું પણ મોઢું ન જોયું હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રવિન્દ્રના લગ્નના બે-ત્રણ મહિનામાં જ વિખવાદ ઊભો થઈ ગયો હતો. હાલ હું જામનગરમાં એકલો જ રહું છું. પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહીં, એને ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT