જામનગરઃ ધરાશાયી ઈમારત નીચે લોકો દટાતા, સ્વજનોની તંત્ર સામે બચાવી લેવા કાકલૂદી
દર્શન ઠક્કર.જામનગરઃ કોઈનો ભાઈ તો કોઈના ભાભી, કોઈના બાળકો તો કોઈના માતા-પિતા જામનગરમાં બિલ્ડીંગ પડી જતા અંદર જ રહી ગયા હોવાની વાતો તેમના થકી સાંભળવા…
ADVERTISEMENT
દર્શન ઠક્કર.જામનગરઃ કોઈનો ભાઈ તો કોઈના ભાભી, કોઈના બાળકો તો કોઈના માતા-પિતા જામનગરમાં બિલ્ડીંગ પડી જતા અંદર જ રહી ગયા હોવાની વાતો તેમના થકી સાંભળવા મળી રહી છે. હજુ કાટમાળ હટ્યા પછી આ ઘટના વધુ કરુણ દ્રશ્યો ના સર્જે તેવી સતત લોકો પ્રાથના કરી રહ્યા છે. આ ઘટના જામનગરની ન્યૂ સાધના કોલોની વિસ્તારની છે. જેમાં લોકો ઘરે પોતાના કામોમાં વ્યસ્ત હતા, પરિવાર સાથે સમય વિતાવી રહ્યા હતા કે અચાનક બિલ્ડીંગનો એક ભાગ ધડામ કરતા ધરાશાયી થઈ ગયો હતો. તાબડતોબ કાટમાળ હટાવવાની અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ ચાલી રહી છે. દરમિયાન ઘણા નેતાઓ, અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અહીં લોકોના પરિજનોએ રીતસર તેમને કાકલુદી કરી હતી કે તેમના સ્વજનોને બચાવવામાં આવે. આ તરફ નેતા, અધિકારીઓ દ્વારા તમામ સ્વજનોને શાંત થવા અને ધીરજ રાખવા સમજાવાયા હતા.
મોંઘું પેટ્રોલ, ડીઝલ અને CNG બનશે ભૂતકાળ, ઓગસ્ટમાં આવી રહી છે ઇથેનોલ કાર
સાધનાકોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં M-69 બ્લોક આજે સાથે ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ બ્લોકમાં એક ફ્લોર પર બે ફ્લેટ હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયેલા છે. મોટાભાગના મકાનમાં લોકો હાલ વસવાટ કરતા હોવાનું જામવા મળ્યું છે. આ મકાન 25 વર્ષ કરતા વધુ જૂના છે. ત્યારે રાજ્યમાં જર્જરિત બિલ્ડિંગ હવે મોટી સમસ્યા બની રહી છે. ત્યારે આ અકસ્માતને પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. 108 એમ્બ્યુલન્સ વાનથી લઈ મોટા ભાગની ઈમર્જન્સી સેવાઓ અહીં હાજર થઈ ગઈ છે. હાલમાં 5થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘણા બાળકોને પણ બહાર કાઢવામાં આવ્યા છે. અહીં અને તેમને જ્યાં સારવાર અપાઈ રહી છે તે હોસ્પિટલમાં ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હાલમાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. બચાવકાર્ય પૂર્ણ થયા બાદ જ જાનમાલની નુકસાની અંગેનો ખ્યાલ આવશે. આ બિલ્ડીંગમાં છ મકાનમાં લોકો રહેતા હતા તેવી વિગતો સામે આવી રહી છે.
ADVERTISEMENT
જામનગરની સાધના કોલોનીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં કાટમાળમાં ઘણા લોકો દટાયા છે. જેથી હાલ જેસીબીની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ઘટનાસ્થળ પર 5થી વધુ 108 તૈયાર રાખવામાં આવી છે. ત્યારે હાલ અકસ્માતને પગલે મૃત્યુના કોઈ સમાચાર નથી. બીજી તરફ અહીંની દૂર્ઘટના અંગે જાણકારી મળતા સાંસદ પુનમ માડમ અને ધારાસભ્ય રિવાબા જાડેજા પણ દોડી આવ્યા હતા. લોકોને તેમણે સાંત્વના આપી હતી. તેમણે લોકો સાથે વાત કરી હતી. લોકો પણ તેમને પોતાની પીડા વ્યક્ત કરી રહ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT