ટામેટાના ભાવને લઈ ઋષિકેશ પટલેનું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
અમદાવાદ: દેશ ભરમાં ટામેટાના ભાવ જાણે આસમાને પહોંચ્યા છે. ત્યારે ટામેટાના ભાવને લઈ ભારે નારાજગી જોવા મળી છે. લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.…
ADVERTISEMENT
અમદાવાદ: દેશ ભરમાં ટામેટાના ભાવ જાણે આસમાને પહોંચ્યા છે. ત્યારે ટામેટાના ભાવને લઈ ભારે નારાજગી જોવા મળી છે. લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન ટામેટાના ભાવને લઈ ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ટામેટા જ એક માત્ર ખાવાની ચીજ નથી.
એક તરફ ટામેટાના ભાવ આસમાને છે ત્યારે સતત વધેલા ભાવને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ટામેટાના વધતા ભાવ મુદ્દે ઋષિકેશ પટેલના વિવાદાસ્પદ નિવેદનથી લોકોમ ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ ડીઝલ કે પછી રાંધણ ગેસ તમામ જગ્યાએ સતત ભાવ વધી રહ્યા છે. ત્યારે ભાવ વધારાને લઈને ગૃહિણીનું બજેટ ખોરવાઇ રહ્યું છે. ત્યારે ઋષિકેશ નિવેદન ભારે નારાજગી જોવા મળી છે.
જાણો શું આપ્યું નિવેદન
ટામેટાંના ભાવ આસમાને છે. આ દરમિયાન રાજ્યસરકારના પ્રવક્તા મંત્રીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટામેટાના ભાવને લઈને મહત્વનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે ટામેટા એક માત્ર ખાવા જેવી ચીજ નથી આમ તો જોવા જઈએ તો પરંતું ટામેટાં બટાકા શાકભાજી આ તમામે તમામ વસ્તુ જીવન જરૂરિયાત છે તે ડિમાંડ સપ્લાયના આધારે નક્કી થતી હોય છે. પરંતુ જેમ જેમ સમય બદલાય તે ભાવ કંટ્રોલમાં આવી જતાં હોય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT