કાલે INDIAN ARMY ની તમામ પાંખોના નિવૃત જવાનો ગાંધીનગર ઘેરશે: જિતેન્દ્ર નિમાવત
ગાંધીનગર : ગુજરાતમાં આજે નિવૃત આર્મી જવાનો પોતાની વિવિધ માંગ સાથે રસ્તા પર ઉતર્યા હતા. તેમના વિરોધ વચ્ચે એક આર્મી જવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું…
ADVERTISEMENT
ગાંધીનગર : ગુજરાતમાં આજે નિવૃત આર્મી જવાનો પોતાની વિવિધ માંગ સાથે રસ્તા પર ઉતર્યા હતા. તેમના વિરોધ વચ્ચે એક આર્મી જવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જેના કારણે જવાનોમાં હાલ ભારે રોષ છે. રોષને જોતા સચિવાલય જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. જો કે તમામ અવરોધોને હટાવીને આર્મી જવાનોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
અમે કરાચી સુધી કુચ કરી કોઇએ અટકાવ્યા નહી આ નબળી સરકાર અમને શું અટકાવશે
જો કે બીજી તરફ હવે નિવૃત આર્મી જવાનો પણ લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યા છે. આ અંગે નિવૃત આર્મી જવાનોનાં આગેવાન જીતેન્દ્ર નિમાવતે કહ્યું કે, આજે જે પ્રકારનો ઘટનાક્રમ થયો તે સાખી લેવામાં નહી આવે. કોઇ પણ સ્થિતિમાં અમે કુચ કરીશું અને સચિવાલય સુધી પહોંચીશું. અમને દુશ્મનો નથી રોકી શક્યા તો આ નબળી સરકાર શું અટકાવશે. પોલીસ સાથે અમારે કોઇ ઘર્ષણ નથી તેથી બે હાથ જોડીને વિનંતી છે કે પોલીસ જવાનો અમારી સાથે ઘર્ષણમાં ન ઉતરે. અમે અત્યારે મેસેજ પાસ કરી દીધા છે. સમગ્ર દેશમાંથી નિવૃત આર્મી જવાનો મોટા પ્રમાણમાં કાલે ગાંધીનગરમાં ઉમટી પડશે.
નિવૃત આર્મી જવાનોને માન સન્માનની વાત તો ઠીક આતંકવાદીઓ જેવો વ્યવહાર થાય છે
જે પ્રકારનો આતંકવાદીઓ જેવો વ્યવહાર અમારી સાથે થઇ રહ્યો છે તે જોઇને શરમ આવે છે. ગુજરાત કરતા અન્ય તમામ રાજ્યોના નિવૃત સૈનિકોને ખુબ જ સારી સુવિધા અને સન્માન મળે છે. જો કે આ સરકારને હવે અભિમાન આવી ગયું છે. સતત 27 વર્ષની સત્તાના કારણે નશામાં ચકચુર છે સરકાર. પરંતુ કાલે સમગ્ર દેશનું નિવૃત લશ્કર સચિવાલય નહી સરકારને ઘેરી લેશે. સરકારને પણ ખબર પડશે કે આર્મી જવાનો ધારે તો શું કરી શકે. અમે કરાચી સુધી કુચ કરી અમને કોઇ નહોતા અટકાવી શક્યા તો આ નબળી સરકાર અમને સચિવાલય પહોંચતા તો કઇ રીતે અટકાવી શકશે.
(વિથ ઇનપુટ ગૌતમ જોશી)
ADVERTISEMENT
ADVERTISEMENT