હાર્દિક સમાજ માટે નહીં પોતાની રાજગાદી સંભાળવામાં વ્યસ્ત- જાણો રેશ્મા પટેલે કેમ આવું કહ્યું
અમદાવાદઃ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી લગભગ 2 મહિના પહેલા ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. તેવામાં પાટીદાર આંદોલન દરમિયાન શહિદોના કુલ 14 પરિવારના…
ADVERTISEMENT

અમદાવાદઃ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી લગભગ 2 મહિના પહેલા ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. તેવામાં પાટીદાર આંદોલન દરમિયાન શહિદોના કુલ 14 પરિવારના સભ્યોને નોકરીની વ્યવસ્થા કરવાનું વચન આપ્યું હતું. જોકે હવે તેમના ભાજપના જોડાવાને પણ આજે એટલો સમય થઈ ગયો છે. પરંતુ આ મુદ્દે કોઈ અપડેટ ન આવતા ગુજરાત NCPના રેશ્મા પટેલે હાર્દિક પર નિશાન સાધ્યું હતું. રેશ્મા પટેલે કહ્યું કે હાર્દિક તો માત્ર બોલવા માટે બોલી ગયા હોય એમ લાગી રહ્યું છે. આ મુદ્દે કોઈ કાર્યવાહી થઈ જ નથી.
રેશ્મા પટેલે જણાવ્યું કે હાર્દિક પટેલે 2 મહિનામાં શહિદ પરિવારમાં નોકરી આપવાની વાત કરી હતી. પરંતુ હજુ સુધી નોકરીના નામે કોઈ અપડેટ તો નથી જ આવ્યું પરંતુ અત્યારસુધી તેમણે કોઈ કાર્યવાહી પણ હાથ ધરી હોય એવી માહિતી સામે આવી નથી. ભાજપમા જઈને હાર્દિક પટેલે માત્ર બોલવા ખાતર જ બોલી દેવાના નિવેદનો આપ્યા છે. આ અંગે કોઈ કાર્યવાહી થઈ શકી નથી.
શહિદના પરિવારજનોને નોકરી આપો- રેશ્મા પટેલ
રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું હતું કે સમાજના નામ પર રાજનીતિ કરીને હાર્દિક પટેલે પોતાની રાજગાદી સજાવી દીધી છે. ત્યારપછી રેશ્મા પટેલે પાટીદાર આંદોલનમાં જે શહિદ થયા છે, એના પરિવારજનોને નોકરી આપવા માટેની વાત કરી હતી. વળી રેશ્મા પટેલે પાટીદારો સામે જેટલા પણ કેસ પાછા ખેંચવાના બાકી છે એ પરત લેવા માટે સરકારને ટકોર કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT