ભાવનગર કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ખોજ, વનસ્પિતમાંથી બનાવ્યું મચ્છર પ્રતિરોધક
નીતિન ગોહેલ, ભાવનગરઃ ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં વનસ્પતિ શાસ્ત્રના વિદ્યાર્થીઓ દ્વારા આયુર્વેદિક મચ્છર પ્રતિરોધકની શોધ કરવામાં આવી છે. મચ્છરને ભગાડવા માટે આ પ્રતિરોધક સંપૂર્ણ આયુર્વેદિક…
ADVERTISEMENT
નીતિન ગોહેલ, ભાવનગરઃ ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં વનસ્પતિ શાસ્ત્રના વિદ્યાર્થીઓ દ્વારા આયુર્વેદિક મચ્છર પ્રતિરોધકની શોધ કરવામાં આવી છે. મચ્છરને ભગાડવા માટે આ પ્રતિરોધક સંપૂર્ણ આયુર્વેદિક પ્રતિરોધક છે. લાઈફ સાયન્સ ભવનના વિદ્યાર્થીઓ છેલ્લા દોઢ વર્ષથી મહેનત કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓ દ્વારા સંપૂર્ણ આયુર્વેદિક મચ્છર પ્રતિરોધકની શોધ કરી અનેરી સિદ્ધી હાંસલ કરી છે.
આયુર્વેદિક મચ્છર પ્રતિરોધકની શોધ
ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં લાઈફ સાયન્સ ભવનના વિદ્યાર્થીઓએ મચ્છર પ્રતિરોધકની શોધ કરી છે. દોઢ વર્ષની મહેનત બાદ વિદ્યાર્થીઓએને આ પ્રતિરોધક શોધવામાં સફળતા મળી છે. આ સિદ્ધી હાંસલ કર્યા બાદ હવે વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં તેની પેટન્ટ રજિસ્ટર કરશે.વિદ્યાર્થીઓની આ સિદ્ધીથી યુનિવર્સિટીમાં નવા આયામોને દિશા મળી છે. મહામારીના સમયમાં વિશ્વ આખું જજુમી રહ્યું છે ત્યારે લાઇફ સાયન્સ ભવનના અધ્યક્ષ ડો.ભારતસિંહ ગોહિલ અને ડો.શૈલેષભાઇ મહેતાના માર્ગદર્શન તળે વનસ્પતિશાસ્ત્રના વિદ્યાર્થીઓ દ્વારા સંપૂર્ણ આયુર્વેદિક મચ્છર પ્રતિરોધકની શોધ કરી સિદ્ધી હાંસલ કરી છે. આ મચ્છર પ્રતિરોધક બહુઆયામી ગુણ ધરાવનાર છે.
મચ્છર પ્રતિરોધક સેનેટાઈઝરનું પણ કરશે કામ
આ મચ્છર પ્રતિરોધક માનવ શરીર પર લગાડવાથી એન્ટી ઇન્ફ્લામેન્ટ્રી, બેસ્ટ સ્કીન ફેન્ડલી, સ્કીન ટેનીન, દરેક ઉંમરના વ્યક્તિ માટે, ઇકોફ્રેન્ડલી, બેસ્ટ સેનીટાઇઝર અને મચ્છરને ભગાડનારૂ વનસ્પતિમાંથી બનાવેલ સંપૂર્ણ આયુર્વેદિક પ્રતિરોધક છે. સામાન્ય રીતે મચ્છર પ્રતિરોધક બજારમાં કેમિકલ સ્વરૂપે કે અન્ય ઉપકરણો દ્વારા ઉપલબ્ધ છે. ત્યારે તે બધા પ્રતિરોધકની સાઇડ ઇફેક્ટ માનવ શરીર પર કંઇક ને કંઇક રીતે થતી હોય છે. જ્યારે આ આયુર્વેદિક મચ્છર પ્રતિરોધક માણસ માટે સંપૂર્ણ સુરક્ષિત પરિણામ આપી શકે તેવું છે. વનસ્પતિ ઔષધિય સંશોધન ક્ષેત્રે લાઇફ સાયન્સ ભવનની વનસ્પતિશાસ્ત્રના વિદ્યાર્થીઓ આ ઉચ્ચતમ સિધ્ધિ માટે સતત દોઢ વર્ષથી મમતા દિયોરા, દિપાલી ડાભી, તૃપ્તિ ગોહેલ, પૂજા ઝનકાત, ચાર્મી રાજ્યગુરૂ તેમજ મુઝીર હબસીએ સખત મહેનતની સાથે આ સિદ્ધી હાંસલ કરી છે. આ ઔષધિય ઉત્પાદન માટે લાઇફ સાયન્સ ભવન પેટન્ટ રજીસ્ટર કરવા જઇ રહ્યા છે.
ADVERTISEMENT
કેમિકલ મુક્ત પ્રતિરોધકથી શરીરને હાની નહીં
આ મચ્છર પ્રતિરોધક બહુ આયામી ગુણ ધરાવે છે. જેને માનવ શરીર પર લગાડવાથી એન્ટી ઇન્ફ્લામેન્ટરી, બેસ્ટ સ્કીન ફ્રેન્ડલી, સ્કીન ટેનીન, દરેક ઉંમરના વ્યક્તિ માટે ઉપયોગ થઈ શકે તેવું અને ઇકો ફ્રેન્ડલી તેમ જ બેસ્ટ સેનેટાઈઝર તરીકે પણ આ મચ્છર પ્રતિરોધકને વાપરી શકાય છે અને તે સંપૂર્ણ આયુર્વેદિક પ્રતિરોધક છે. ખાસ તો યુનિવર્સિટી કેમ્પસમાં વનસ્પતિઓની વાત થતી અને તેના ગુણોની વાતો થતી તેના પરથી પ્રેરાઇને આ રિસર્ચ કરાયું છે. સંપૂર્ણ સ્વદેશી અને સામાન્ય માણસને પોસાય તેવા દરે ઉપલબ્ધ કરી શકાય તેવું આ મચ્છર પ્રતિરોધક સામાન્ય રીતે બજારમાં મળતા મચ્છર પ્રતિરોધક કે જેમાં કેમિકલ સ્વરૂપે દવાઓ હોય છે કે વીજળીના અન્ય ઉપકરણો દ્વારા ઉપલબ્ધ છે તેના કરતાં આ પ્રતિરોધક કોઈ આડ અસર થી મુક્ત છે અને આડ અસરથી સંપૂર્ણ સુરક્ષિત છે.
યુનિવર્સિટીને નેક રેન્કિંગમાં પણ થશે ફાયદો
આ મચ્છર પ્રતિરોધકને તમે હાથ ઉપર લગાવી દો એટલે તે એક પ્રકારે સેનેટાઈઝર તરીકે પણ કાર્યરત રહે છે અને કોઈ પણ પ્રકારની આડઅસર વગર તે કોઈ પણ ઉંમરના વ્યક્તિ વાપરી શકે છે. કોઈ ઝેરી કેમિકલ ન હોવાથી ચામડી પર તેની આડ અસર થતી નથી તેમ આ સંશોધકોએ જણાવ્યું હતું. આ એક અગત્યનું સંશોધન છે જે યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ભવનના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે આ પ્રકારના રિસર્ચ કાર્યથી આગામી દિવસોમાં નેકનો ઇન્સ્પેક્શન આવશે. તેમાં યુનિવર્સિટી સમગ્રને ફાયદો થશે. કારણ કે આ પ્રકારના રિસર્ચ કાર્યના નેકના સંશોધનમાં વિશેષ પ્રકારે ગુણ હોય છે અને તેનો ફાયદો ભવિષ્યમાં યુનિવર્સિટીને ચોક્કસ મળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT