VIDEO: PM મોદીના વતનમાંથી મળ્યા 2800 વર્ષ પહેલાના માનવ વસાહતના પુરાવા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Archaeologists discover: વડનગરમાંથી પુરાતત્વીય ખોદકામ દરમિયાન આશરે 2800 વર્ષ જૂની વસાહતના પુરાવા મળી આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીના ગામ વડનગરઆમાં IIT ખડગપુરના નેતૃત્વમાં આ ખોદકામ કરવામાં આવ્યું હતું. ગુજરાતના વડનગરમાં 2800 વર્ષ જૂના વસાહતના અવશેષો અંગે IIT ખડગપુરના જીઓલોજી અને જિયોફિઝિક્સના પ્રોફેસરે આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, અમે છેલ્લા ચાર-પાંચ વર્ષથી અહીં ASI સાથે કામ કરી રહ્યા છીએ.

વડનગરનો ઈતિહાસ ઘણો જૂનો

આ જગ્યા પર ASI (Archaeological Survey of India) 2016થી કામ કરી રહ્યું છે અને 20 મીટરની ઊંડાઈ સુધી ખોદકામ કરવામાં આવ્યું હતું. અહીં એક ખૂબ જ જૂનો બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે.જીઓલોજી અને જિયોફિઝિક્સના પ્રોફેસરે કહ્યું કે વડનગરનો ઈતિહાસ ઘણો જૂનો છે. અહીં ખોદકામ દરમિયાન સાત સાંસ્કૃતિક સ્તરો બહાર આવ્યા છે. સૌથી જૂની માનવ વસાહત 2800 વર્ષ અથવા 800 બીસીની છે.

ADVERTISEMENT

એક લાખથી વધુ અવશેષો મળી આવ્યા

વડનગરમાં 2800 વર્ષ જૂની વસાહતના અવશેષો અંગે પુરાતત્વ વિભાગના નિરીક્ષક મુકેશ ઠાકોરનું કહ્યું કે, વડનગરમાં ત્યારથી ખોદકામ શરૂ છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા. ગુજરાતના અહીં એક લાખથી વધુ અવશેષો મળી આવ્યા છે. આ સભ્યતા જોઈને એવું લાગે છે કે અહીં પાણીની વ્યવસ્થા અને પાણીનું સ્તર હોવું જોઈએ. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, તેમણે કહ્યું કે, વડનગરમાં લગભગ 30 જગ્યાઓ પર ખોદકામ થયું હતું જેમાંથી મળેલા પુરાવાઓને જોતા એવું લાગે છે કે અહીં વિવિધ ધર્મો – બૌદ્ધ, જૈન અને હિંદુ ધર્મના લોકો ખૂબ જ સુમેળમાં રહેતા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT