પોલીસ ભરતીની ફિઝિકલ ટેસ્ટને લઈ હર્ષ સંઘવીની મહત્વની જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
ગાંધીનગર: રાજ્યમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી પોલીસ ભરતીની ફીઝીકલ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા.…
ADVERTISEMENT
ગાંધીનગર: રાજ્યમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી પોલીસ ભરતીની ફીઝીકલ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી છે.
પોલીસની ભરતી મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આગામી સપ્ટેમ્બર સુધીમાં પોલીસ ભરતીની ફીઝીકલ ટેસ્ટ લેવાની જાહેરાત કરવામાં આવશે. તેમજ ઉનાળા અને ચોમાસાનાં કારણે ફીઝીકલ ટેસ્ટમાં વિલંબ થયો છે. સપ્ટેમ્બર સુધીમાં સરકાર દ્વારા ભરતીનુ આયોજન કરવામાં આવશે. પોલીસ ભરતીને જે ફીઝીકલ પરીક્ષા લેવાતી હોય છે તે યોગ્ય વાતાવરણમાં લેવી પડે છે.
સપ્ટેમ્બરમાં લેવામાં આવશે ફીઝીકલ પરીક્ષા
ગરમીની સીઝન પૂર્ણ થાય તેવી તરત જ તેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. અને પોલીસની ભરતીમાં ફીઝીકલ પરીક્ષાા ગરમી તેમજ ચોમાસામાં લેવામાં ખૂબ તકલીફ પડતી હોય છે. ફીઝીકલ પરીક્ષા સપ્ટેમ્બર પછી લેવાય તેવી વ્યવસ્થા ગોઠવાતી હોય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT