આશા વર્કર્સને આનંદો! સરકારે 2500 રૂપિયાનો પગાર વધારો કર્યો, હવે નવો પગાર…
ગાંધીનગર : ચૂંટણી નજીક આવતાની સાથે જ હાલમાં સરકારમાં પોતાની પડતર માંગણીઓ હોય તેવા લગભગ તમામ વિભાગ આંદોલન પર છે. સરકાર સામે બાંયો ચઢાવીને પોતાની…
ADVERTISEMENT
ગાંધીનગર : ચૂંટણી નજીક આવતાની સાથે જ હાલમાં સરકારમાં પોતાની પડતર માંગણીઓ હોય તેવા લગભગ તમામ વિભાગ આંદોલન પર છે. સરકાર સામે બાંયો ચઢાવીને પોતાની માંગણીઓ સંતોષવા માટે ઉગ્ર-શાંત કે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે. સરકાર પણ આ અંગે સકારાત્મકતાથી વિચારીને આગળ ઘટતું કરવા માટેની સાંત્વના આપે છે.
આ અંગે સરકાર દ્વારા આજે આશા વર્કર અને આશા ફેસિલિટેટરને પગાર વધારો જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી આશા વર્કરને 6000 રૂપિયા અને આશા ફેસિલિટેટરને 4000 રૂપિયા ચુકવવામાં આવતા હતા. આશા વર્કર અને આશા ફેસિલિટેટરને પ્રતિ વિઝિટ ચુકવણી કરવામાં આવતી હતી.
જો કે સરકાર દ્વારા હવે પગાર વધારો જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે આશા વર્કરને 2500 રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે. જેથી હવે આશા વર્કરને 8500 રૂપિયા પગાર મળશે. જ્યારે આશા ફેસિલિટેટરને 4000 રૂપિયા ચુકવાતા હતા તેમાં સરકારે 2000 નો વધારો કરતા હવે 6000 પગાર વધારો ચુકવવામાં આવશે. આ ઉપરાંત બંન્નેને પ્રતિ વર્ષ 2 જોડી કપડા પણ આપવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT