સરકારી કર્મચારીઓને આનંદો! મોંઘવારીમાંથી મળશે મુક્તિ, પગાર વધારો જાહેર કરાયો
ગાંધીનગર : રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાંમાં ૩ ટકાનો વધારો આપવાનો સરકાર દ્વારા નિર્ણ લેવામાં આવ્યો છે. આ વધારો જાન્યુઆરી 2022 થી લાગુ થશે.…
ADVERTISEMENT
ગાંધીનગર : રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાંમાં ૩ ટકાનો વધારો આપવાનો સરકાર દ્વારા નિર્ણ લેવામાં આવ્યો છે. આ વધારો જાન્યુઆરી 2022 થી લાગુ થશે. એટલે કે જાહેરાત આજે થઇ પરંતુ તે વધારો જાન્યુઆરીથી લાગુ ગણાશે. તેથી જાન્યુઆરીથી- ઓગસ્ટ સુધીનો વધારો કર્મચારીઓને હપ્તે હપ્તે ચુકવી દેવાશે. ચાલુ મહિનાથી આ પગાર વધારો લાગુ થઇ જશે. એટલે કે કર્મચારીનો પગાર વધીને જ આવશે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને લાભ મળશે. ૦૧-૦૧- ૨૦૨૨થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે. પ્રથમ હપ્તો ઑગસ્ટ-૨૦૨૨ બીજો હપ્તો સેપ્ટેમ્બર-૨૦૨૨ના પગાર સાથે તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે આપવામાં આવશે.
ગુજરાતના એક જિલ્લાનો સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ નથી! જાણો રસપ્રદ ઈતિહાસની કહાની
ચૂંટણી પહેલા સરકાર દ્વારા ધડાધડ જાહેરાતોનો દોર
ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો તા-૦૧-૦૧-૨૦૨૨ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.
અરવલ્લીમાં CM ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, વિકાસ સંકલ્પોને લઈને કહી મોટી વાત…
પગાર વધારો ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા-૦૧-૦૧-૨૦૨૨ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકા વધારાથી જે સાત મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર, જાન્યુઆરીથી માર્ચના તફાવતની રકમનો પ્રથમ હપ્તો ઑગસ્ટ ૨૦૨૨ના પગાર સાથે તેમજ એપ્રિલથી જૂનના તફાવતની રકમ સપ્ટેમ્બર ૨૦૨૨ ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકોટબર-૨૦૨૨ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા ૧૪૦૦ કરોડનું નાણાકીય ભારણ વધશે.
ADVERTISEMENT
ADVERTISEMENT