બિપોરજોયને લઈ જામનગર વહીવટી તંત્ર એક્શન મોડમાં, ઘરમાં જ રહેવાની એડવાઈઝરી કરી જાહેર

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર, જામનગર: બિપોરજોય વાવાઝોડાનીઅસર ગુજરાતમાં જોવા મળી રહી છે. આ વાવાઝોડુ ગુજરાત પર આફત બની તૂટી પડશે ત્યારે આ વાવાઝોડા સામે તંત્ર ખડેપગે છે. ત્યારે 15 જૂને સૌથી વધુ તબાહી મચી શકે છે. છેલ્લા બે દિવસથી જામનગર પર બિપરજોય વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. ત્યારે જામનગરમાં આવનાર જોખમને લઈને વહીવટી તંત્ર એક્શન મોડ પર આવ્યું છે. 14 અને 15ના હાઇએલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ વહીવટીતંત્રે સામાન્ય લોકોને બે દિવસ માટે તાત્કાલિક કામ વિના ઘરની બહાર ન નીકળવા વિનંતી કરી છે.

બિપોરજોય વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે સામાન્ય લોકોને ચેતવણી આપી છે કે 14 અને 15 જૂને બે દિવસ સુધી ભારે પવન સાથે ભારે વરસાદની પ્રબળ સંભાવના છે. આ બે દિવસ માટે કોઈપણ વ્યક્તિએ કામ વિના ઘરની બહાર ન નીકળવા વિનંતી કરવામાં આવી છે. જામનગર મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે જામનગર મ્યુનિસિપલ બિલ્ડીંગના ઉપરના ભાગેથી સોલાર પેનલો દૂર કરવામાં આવી છે અને જે બાંધકામ ચાલી રહ્યું છે તેમાંથી લોખંડની વસ્તુ અને સોલાર પેનલો દૂર કરવા લોકોને અનુરોધ કર્યો છે.

જામનગરમાં 15000 લોકોનું સ્થળાંતર કરાશે
આ સાથે જામનગરમાં નીચાણવાળા વિસ્તારમાં અંદાજે 15000 લોકોને અસર કરશે. ત્યારે દરરોજ 5000 લોકોને સુરક્ષિત જગ્યાએ મોકલવામાં આવશે. ભારે પવનના કારણે પડી ગયેલા વૃક્ષો અને જર્જરિત મકાનોની પણ ઓળખ કરી લેવામાં આવી છે અને તેનું કામ પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT

શાળાઓમાં રજા જાહેર કરાઇ
કમિશનરે જણાવ્યું હતું કે ચક્રવાતને ધ્યાનમાં રાખીને, સાવચેતીના ભાગરૂપે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે, અમે કલેક્ટરને વિનંતી કરીશું કે તે જ રીતે વાવાઝોડાનો ભય ઓછો થાય ત્યાં સુધી કોલેજોની રજાઓ પણ જાહેર કરવામાં આવે.

    follow whatsapp

    ADVERTISEMENT