કેન્સરની સારવાર માટે કચ્છમાં ઊગ્યું આશાનું કિરણ, વૈજ્ઞાનિકોએ પૃથ્વી પરના દુર્લભ કુદરતી તત્વને શોધી કાઢ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છ: દેશ ભરમાં કેન્સરની બીમારીએ એક ડરનો માહોલ સ્થાપ્યો છે. આ દરમિયાન કચ્છમાં કેન્સર સામે લડવા માટે એક આશાનું કિરણ ઊગ્યું છે. દુનિયાભરમાં કેન્સરના દર્દીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે.   કચ્છ જિલ્લામાંથી વૈજ્ઞાનિકોને પૃથ્વી પરનું દુર્લભ તત્વ હાથ લાગ્યું છે. ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી અને કચ્છ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ મશરૂમ માંથી પૃથ્વી પરના દુર્લભ કુદરતી તત્વ એસ્ટેટીનને શોધી કાઢ્યું છે.

કચ્છ એક પ્રવાસન સ્થળ તરીકે ઊભરી આવ્યા બાદ વધુ એક સફળતા સામે આવી છે. કચ્છમાં ઉગતા મશરૂમ કેન્સરના દર્દીઓને અપાતી રેડિએશન થેરાપી માટે મુખ્ય રાસાયણિક તત્વ પ્રદાન કરી શકે છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢેલ એસ્ટેટીન જે ન માત્ર દુર્લભ છે પરંતુ તેનું આયુષ્ય પણ ટૂંકું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, પૃથ્વી પર એસ્ટેટીનની ઉપલબ્ધતા માત્ર થોડા ગ્રામ છે. આ સાથે એવું પણ કહેવાય છે કે, એસ્ટેટીન કિમોથેરાપીના કારણે થતી આડઅસરને ઓછું કરવાનું કામ કરે છે. આ રેડિયો એક્ટિવ તત્વ કલાકોમાં ખત્મ થઈ જાય છે.

એસ્ટેટિન કેન્સર સામે આરીતે આપે છે લડત
કચ્છમાં મળી આવેલ પૃથ્વી પરના દુર્લભ કુદરતી તત્વ એસ્ટેટીનની શોધને લઈને ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજીના ડિરેક્ટર વિજય કુમારે જણાવ્યું હતું કે, કેન્સરની સારવાર માટે કીમોથેરાપીમાં કોબાલ્ટ રેડિએશનનો ઉપયોગ થાય છે. પરંતુ કોબાલ્ટ શરીરમાં લાંબા સમય સુધી રહે છે અને કેન્સર સેલ્સ તેમજ હેલ્ધી સેલ્સને નુકસાન કરે છે. જેના કારણે આડઅસર થાય છે. એસ્ટેટિન માત્ર કેન્સરના સેલ્સને ટાર્ગેટ કરે છે અને થોડા સમય બાદ નિષ્ક્રિય થઈ જાય છે. તેથી આ રીતે શરીરને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડે છે.

ADVERTISEMENT

એસ્ટેટીનથી શું ફાયદો થશે ?
કેન્સરના દર્દીઓ માટે કીમો થેરાપી જ અસરકારક સારવાર ગણવામાં આવે છે. ત્યારે આ કીમોથેરાપીની આડઅસર પણ ખૂબ જ છે. જેમ કે વાળ ખરી જવા, નબળાઈ આવવી, ઉબકા અને ઉલટી થવી, લોહી ગંઠાઈ જવું, યાદશક્તિમાં ઘટાડાનો સમાવેશ થાય છે. કોબાલ્ટ લાંબા સમય સુધી શરીરમાં રહે છે તેથી બે કીમોથેરાપી સેશન વચ્ચેનું અંતર પણ વધારે હોય છે. આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા GUIDEના મુખ્ય વૈજ્ઞાનિકે દાવો કર્યો હતો કે, વિશ્વભરના શંસોધનકર્તાઓએ શોધી કાઢ્યું છે કે, આ રેડિયોએક્ટિવ તત્વ ટ્યુમર તેમજ અન્ય કેન્સરની સારવાર માટે રેડિયોઈમ્યુનથેરાપીની કાર્યક્ષમતામાં સુધારો કરશે. કારણ કે સામાન્ય રીતે કીમો માટે પ્રતિરોધક તેવા ટ્યુમર સેલ્સને મારી નાખે છે.

આ પણ વાંચો: બજરંગ દળના સંયોજક સહિત કાર્યકરો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ, ગાંધીનગરમાં વેલેન્ટાઈન ડે પર કર્યું હતું આ કારનામું

ADVERTISEMENT

કેન્સર સામેની લડત માટે અનેક સ્ટડી અને રિસર્ચ
કેસરની બીમારીથી લોકોના જીવ પર સૌથી વધુ જોખમ છે. ત્યારે આ કેન્સરની બીમારીના ઉપચાર માટે અનેક સંશોધનો થઈ રહ્યા છે. ત્યારે એસ્ટેટીનના ઉપચારાત્મક ઉપયોગ માટે વિશ્વભરમાં મોટી સંખ્યામાં સ્ટડી અને રિસર્ચ થઈ રહ્યા છે. ત્યારે એસ્ટેટીન તત્વનો પુરવઠો ખૂબ જ મર્યાદિત છે. પરિણામે ઓછી ઉપલબ્ધતાને કારણે ઊંડાણભર્યું રિસર્ચ મુશ્કેલ છે. જો એસ્ટેટિનને મશરૂમમાંથી કાઢી શકાય તો કેન્સરની વધુ સારી સારવારની આશા જાગી શકે છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT