રિવાબા જાડેજાનાઘરમાં મોટો ડખો: રવિન્દ્રના પિતાએ વીડિયો જાહેર કરીને કર્યો ઘટસ્ફોટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગર : રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા સોલંકી હાલ ચૂંટણીના મેદાને છે. ભાજપના નેતાઓથી માંડીને ખુદ રવિન્દ્ર જાડેજા પણ તેને જીતાડવા માટે મદદ કરી રહ્યા છે. જો કે રવિન્દ્ર જાડેજાના જ બહેન નયના બા જાડેજા રિવાબા વિરુદ્ધ કોંગ્રેસમાંથી પ્રચાર કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ તરફથી તેઓએ રિવા બા જાડેજા પર કેટલાક ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. રિવાબા ને પોતાનાં પતિનું નામ લગાવવાનો પણ સમય નથી મળ્યો. ચૂંટણી છે એટલે જાડેજાના નામનો ગેરફાયદો ઉઠાવી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો.

પરિવારનો આંતરિક કલહ રાજકારણને કારણે સપાટી પર આવ્યો?
જો કે હવે જે સામે આવ્યું તે જોતા લાગી રહ્યું છે કે, રવિન્દ્ર જાડેજાના પરિવારમાં બધુ સારુ નથી ચાલી રહ્યું. હવે રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ પોતાની વહુને સમર્થન કરવાના બદલે કોંગ્રેસી ઉમેદવાર માટે મત માંગ્યા છે. તેઓએ કોંગ્રેસના ઉમેદવાર અને જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાને મત્ત આપવા માટે અપીલ કરી છે. આ અંગેનો એક વીડિયો બનાવીને પણ સોશિયલ મીડિયામાં તરતો મુક્યો છે. જેથી હવે જાડેજાની પત્ની રિવાબાનો નણંદ બાદ સસરાએ પણ સ્પષ્ટ રીતે વિરોધ કર્યો છે.

રવિન્દ્ર જાડેજા રિવા બા માટે મહેનત કરી રહ્યા છે
બીજી તરફ રવિન્દ્ર જાડેજા પોતાની પત્ની જીતી જાય તે માટે તમામ મહેનત કરી રહ્યા છે. લોકોને ભાજપ અને રિવાબાને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. જો કે સ્થિતિ એવી છે કે, રિવાબાને પોતાના જ ઘરમાંથી મત મળે તેમ નથી. રવિન્દ્રને બાદ કરીએ તો નણંદ અને સસરા સ્પષ્ટ રીતે રિવા બાની વિરુદ્ધ પડ્યા છે. સાસુ વહુ વચ્ચે પણ ખટરાગ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જેથી પરિવારમાંથી જ રિવાબાને પતિ સિવાય કોઇનો સપોર્ટ નથી મળી રહ્યો. તેવામાં શું રવિન્દ્ર જાડેજાના ઘરમાં બધુ ઠીકઠાક છે તે તો જોવું રહ્યું અને રિવાબા પરિવારના વિરોધ છતા પણ જીતે છે કે કેમ તે પણસમય જ કહેશે. કારણ કે અહીં ભાજપે જેની ટિકિટ કાપી છે કે હકુભા જાડેજા પણ મોટુ માથુ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT