બનાસકાંઠાઃ રેશનીંગના દુકાનદારોની ગોડાઉનથી માલ નહીં ઉપાડવાની જાહેરાતઃ ગરીબોની જન્માષ્ટમી બગડવાના એંધાણ
ધનેશ પરમાર.બનાસકાંઠાઃ બનાસકાંઠામાં પોતાની વિવિધ પડતર માંગણીઓને ન્યાય ન મળતાં જિલ્લા નાં તમામ રેશનીંગ દુકાનદારો એ આવેદનપત્ર આપી, સપ્ટેમ્બર માસમાં ગોડાઉન પરથી રેશનીગ જથ્થો ન…
ADVERTISEMENT
ધનેશ પરમાર.બનાસકાંઠાઃ બનાસકાંઠામાં પોતાની વિવિધ પડતર માંગણીઓને ન્યાય ન મળતાં જિલ્લા નાં તમામ રેશનીંગ દુકાનદારો એ આવેદનપત્ર આપી, સપ્ટેમ્બર માસમાં ગોડાઉન પરથી રેશનીગ જથ્થો ન ઉપાડવાની જાહેરાત કરી છે. જેથી ગરીબ, જરૂરિયાતમંદોની જન્માષ્ટમી બગડે તેવા એંધાણ મળી રહ્યા છે.
બેઠકો કરાઈ, દરખાસ્તો કરાઈ પણ માગણીઓ ના સ્વીકારાઈ
આજે આવેદનપત્ર રજૂ કરી,સસ્તા અનાજના દુકાનદારો દ્વારા અસહકાર આંદોલનનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં દુકાનદારો સપ્ટેમ્બર મહિનાનો ગ્રાહકને વિતરણ કરવાનો થતો માલ જ નહીં ઉપાડે તેવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે. ડીસા તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા ડીસા શહેરના અને તાલુકા મામલતદારને અનેક પ્રશ્નો અને માગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે ગુજરાતમાં રેશન ડીલરોના પડતર પ્રશ્નો બાબતે રાજ્યના ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા ઘણા સમયથી લેખિત અને મૌખિક રજૂઆતો રાજ્ય સરકારને કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય સરકારના અધિકારીઓ સાથે બેઠકો પણ કરવામાં આવી છે.
વલસાડમાં કોંગ્રેસના કાર્યક્રમમમાં મીડિયા અને કાર્યકરો વચ્ચે બબાલ, મીડિયાકર્મીને લાત મારી
જે બાબતે પુરવઠા વિભાગ પાસેથી દરખાસ્ત કરવાનું કમિટમેન્ટ કરવામાં આવેલું તેમ છતાં લાંબા સમયથી પડતર માંગણીઓ ન સ્વીકારવામાં આવી નથી. માટે ડિલરો સપ્ટેમ્બર મહિનામાં અનાજનો જથ્થો નહીં ઉતારે. જે અનુસંધાને આજે ડીસા તાલુકા ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા ડીસા શહેર અને તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જેમાં ખુબ મોટી સંખ્યામાં તાલુકાના રેશન ડીલરો જોડાયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT