અમદાવાદની રથયાત્રામાં બાલ્કની તૂટવાનો વીડિયો સામે આવ્યો, એક યુવકનું મોત, ઈજાગ્રસ્તોની સંખ્યા વધીને 31 થઈ
અમદાવાદ: અમદાવાદમાં રથયાત્રા દરમિયાન દરિયાપુરમાં AMCની ગંભીર બેદરકારીના કારણે દુર્ઘટના સર્જાઈ હતી. કડિયાનાકા પાસે મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતા ઈજાગ્રસ્ત થયેલા એક ઓઢવના એક યુવકનું…
ADVERTISEMENT
અમદાવાદ: અમદાવાદમાં રથયાત્રા દરમિયાન દરિયાપુરમાં AMCની ગંભીર બેદરકારીના કારણે દુર્ઘટના સર્જાઈ હતી. કડિયાનાકા પાસે મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતા ઈજાગ્રસ્ત થયેલા એક ઓઢવના એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. તો ઈજાગ્રસ્તોની સંખ્યા પણ વધીને 31 સુધી પહોંચી છે. દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કેટલાક લોકો ભગવાન જગન્નાથના દર્શન માટે રોડ પર ઊભા હોય છે, ત્યારે જ બાલ્કનીનો ભાગ તૂટીને ઉપર પડે છે, એવામાં ત્યાં દોડાદોડી મચી જાય છે.
ઈજાગ્રસ્તોમાં 7 બાળકો 13 વર્ષથી નાની ઉંમરના
દુર્ઘટનાના પગલે ત્યાં હાજર પોલીસ દ્વારા લોકોને કાટમાળમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 31 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં 7 બાળકો 13 વર્ષથી નાની ઉંમરના છે અને મોટાભાગના લોકોને ફ્રેક્ચર, ચેસ્ટ અને સ્પાઈનમાં ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સિવિલ સાથે BAPS હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
નોંધનીય છે કે રથયાત્રાના રૂટ પર જર્જરિત મકાનોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી. રૂટ પર 312 જેટલા મકાનોને નોટિસ અપાઈ હતી. જેમાં ખાડિયામાં 180 મકાનો, દરિયાપુરમાં 109 મકાનોને ભયજનક હોવાની નોટિસ અપાઈ હતી. જમાલપુરમાં 10, શાહીબાગમાં 9 અને શાહપુરમાં 4 મકાનોને પણ નોટિસ આપવામાં આવેલી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT