સુરતની પેઢીને મળ્યો દુર્લભ ‘બીટિંગ હાર્ટ’ ડાયમંડ, હીરાની અંદર હીરો જોઈ ભારતથી લઈને UK સુધી સૌ કોઈ હેરાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: હીરાની ચમકના દરેક લોકો દિવાના છે. ડાયમંડ સિટી તરીકે દેશ અને દુનિયાભરમાં જાણીતા બનેલા સુરતની એક પેઢીને દુર્લભ હીરો મળી આવ્યો છે. જેમાં એક નહીં પરંતુ બે હીરા છે. સુરતમાં સામે આવેલા આ ખાસ હીરાની ખાસિયત એ છે કે આ હીરાના ટુકડાની અંદર બીજો એક હીરો છે. જે જોવામાં અંદરથી ધબકતા હૃદય જેવો અહેસાસ કરાવે છે. આ કારણે તેને બીટિંગ હાર્ટ નામ આપવામાં આવ્યું છે.

કેમ અપાયું હીરાને બીટિંગ હાર્ટ નામ?
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, આ દુર્લભ હીરો સુરતની વીડી ગ્લોબલે શોધ્યો છે. કંપનીને ગયા વર્ષે ઓક્ટોબરમાં 0.329 કેરેટનો હીરો મળ્યો હતો. જ્યારે ઝવેરીએ હીરાને જોયો તો તે પણ સ્તબ્ધ થઈ ગયો. ઝવેરીએ આ દુર્લભ હીરા પર જોયું અને જોયું કે આ હીરાની અંદર બીજો હીરો છે. જે અંદર મુક્તપણે ફરે છે. આ પછી હીરાનું નામ બીટિંગ હાર્ટ ડાયમંડ રાખવામાં આવ્યું. વીડી ગ્લોબલના ચેરમેન વલ્લભ વાઘસિયાના જણાવ્યા અનુસાર, આ દુર્લભ હીરાને જોયા બાદ અમને હાર્ટ સાથે સરખામણી થવા લાગી. તેથી અમે તેને બીટિંગ હાર્ટ નામ આપ્યું છે.

આવો હીરો આજ સુધી ક્યારેય જોયો નથી
વીડી ગ્લોબલના ચેરમેન વલ્લભ વઘાસિયાએ જણાવ્યું કે, તેમની કંપનીનો બિઝનેસ સુરત અને મુંબઈમાં છે. આ દુર્લભ હીરાની શોધ કર્યા પછી, અમે તેને યુકે સ્થિત ડી બિયર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયમંડને તપાસ અને પરીક્ષણ માટે મોકલી આપ્યો છે. સુરતમાંથી મળેલો આ હીરો દુર્લભ હીરાનો એક ભાગ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તેમાં મેટ્રિશોકા નામનો હીરો પણ સામેલ છે. રશિયા અને સાઇબિરીયામાં આ પ્રકારનો પહેલો હીરો મળી આવ્યો હતો. ત્યારબાદ તેનું નામ રશિયન ઢીંગલીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ડી બીયર્સ ગ્રુપ ઇગ્નાઇટના ટેકનિકલ શિક્ષક, સામંથા સિબલી કહે છે કે તેમણે હીરા ક્ષેત્રમાં તેમના ત્રણ દાયકા દરમિયાન ક્યારેય ‘બીટિંગ હાર્ટ’ જેવું કંઈ જોયું નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT