અમદાવાદની યુવતી સાથે ભુજ ના રિસોર્ટમાં દુષ્કર્મ, આરોપી યુવક મળ્યો મૃત હાલતમાં

ADVERTISEMENT

અમદાવાદની યુવતી સાથે ભુજ ના રિસોર્ટમાં દુષ્કર્મ, આરોપી યુવક મળ્યો મૃત હાલતમાં
અમદાવાદની યુવતી સાથે ભુજ ના રિસોર્ટમાં દુષ્કર્મ, આરોપી યુવક મળ્યો મૃત હાલતમાં
social share
google news

કૌશિક કાંઠેચા,કચ્છ: રાજ્યમાં દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અમદાવાદથી ભુજ આવેલ યુવતી પર હાઈલેન્ડ રિસોર્ટમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. બીજી તરફ દુષ્કર્મના આરોપીએ રસ્તા પર ગાળાફાંસો ખાઈ મોત વ્હાલું કરતાં ચકચાર મચ્યો છે. આ ઘટનાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અમદાવાદની યુવતી અને દિલીપનો પરિચય વોટ્સએપ પર 10-12 દિવસથી થયો હતો. બન્ને એક બીજા સાથે સંપર્કમાં હતા. મિત્રતાના નાતે અમદાવાદની યુવતી ભુજ આવી હતી. દિલીપે યુવતી માટે હોટેલમાં રૂમ બુક કરાવ્યો હતો. હોટેલમાં લઈ ગયા બાદ દિલીપ યુવતીને તેના ફાર્મમાં લઈ ગયો હતો. ત્યારબાદ સેડાતાના હાઈલેન્ડ રિસોર્ટમાં લઈ ગયો હતો. જ્યાં યુવતી પર દિલીપે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ યુવતીએ નોંધાવી છે.

યુવતીએ નોંધાવી ફરિયાદ
આ યુવતી રિસોર્ટ બહાર બેઠી હતી, ત્યારે કાર સાથે એક યુવક ત્યાંથી પસાર થતા તેની પૂછપરછ કરી 108 મારફત હોસ્ટિપલમાં રાત્રે 11 વાગ્યાના અરસામાં સારવાર તળે લઈ અવાતા યુવતીએ આરોપી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

ADVERTISEMENT

આરોપીએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત
યુવતીએ શરૂમાં બળાત્કારનું સ્થળ કબરાઉથી ભુજ વચ્ચેનું કોઈ ફાર્મ હાઉસ નોંધાવતા રાત્રે પદ્ધર પોલીસ દોડતી થઈ હતી, પરંતુ પાછળથી સેડાતા બાજુનો હાઈલેન્ડ રિસોર્ટ નોંધાયો હતો. બીજી તરફ આ આખા પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. આરોપી દિલીપ દેલશપર-નલિયા રોડ ઉપર પેટ્રોલ પંપ બાજુ બાવળની ઝાડીમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં સવારે મળી આવ્યો હતો. તેના ભાઈ સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કકર્યો હતો. દિલીપ પરિણીત તથા એક સંતાનનો પિતા, ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને આર્થિક રીતે સદ્ધર હતો.

થઈ શકે છે મોટા ખુલાસા
આરોપી દિલીપની લાશને જામનગર ખાતે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી છે આ અંગે પોલીસ નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, પીડિતાએ કરેલા દુષ્કર્મના આરોપની ચકાસણી અર્થે તેના મૃતદેહને જામનગર લઈ જવાયો છે. આ બનાવમાં માનકૂવા પોલીસે બળાત્કાર તથા એટ્રોસિટી સહિતની કલમો તળે ગુનો નોંધ્યો છે. જ્યારે દિલીપ નો દેલશપર પાસે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા નખત્રાણા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. પરંતુ આ કેસ માં કંઇક નવીન અને ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT