Gujarat હાઇકોર્ટના આદેશ બાદ કેડિલા ફાર્માના CMD વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ

ADVERTISEMENT

cadila-pharma-cmd-rajiv-modi-accused-of-sexual-harrasment
cadila-pharma-cmd-rajiv-modi-accused-of-sexual-harrasment
social share
google news

Rajiv Modi Sexual Harassments Case : ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ ગુજરાત પોલીસે Cadila Pharmaceuticals ના CMD Rajiv Modi વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક બુલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જે બાદ કેસ નહી નોંધાતા યુવતીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. પોલીસના આદેશ બાદ સોલા પોલીસ દ્વારા સમગ્ર મામલે કેસ દાખલ કરી દેવાયો છે. સોલા પોલીસના અનુસાર હાલ માત્ર આ મામલે તપાસ ચાલી રહી છે. તપાસ બાદ રિપોર્ટ હાઇકોર્ટને સોંપવામાં આવશે.

હાઇકોર્ટના આદેશ બાદ પોલીસે કેસ દાખલ કર્યો

ગુજરાત પોલીસે ઉચ્ચ કોર્ટના નિર્દેશ બાદ કેડિલા ફાર્માસ્યૂટિકલ્સના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશકની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પોલીસે બુલ્ગેરિયાની મહિલાની ફરિયાદ પર કથિત બળાત્કાર, હુમલો, ધૃણીત કરવાનો કેસ દાખલ કર્યો છે. મહિલા એક ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે કંપનીમાં જોડાઇ હતી.

આઇપીસીની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ

પોલીસના અનુસાર રવિવારે CMD ની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376 (બળાત્કાર), 354 (મહિલાની ગરીમાને નુકસાન પહોંચાડવાના ઇરાદે હત્યા), 504 (જાણતા હોવા છતા અપમાન) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે અમદાવાદ એસીપીના જણાવ્યા અનુસાર ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ કેસ દાખલ કર્યો છે.

ADVERTISEMENT

કેેડીલાના સીએમડી ઉપરાંત અન્ય એક કર્મચારી વિરુદ્ધ કેસ

પોલીસના અનુસાર કોર્ટના આદેશ બાદ કંપનીના સીએમડી અને કંપનીના જ એક કર્મચારી વિરુદ્ધ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો. પોલીસ અધિકારીએ કહ્યું કે, પીડિતની તરફથી દાખલ કરાયેલી ફરિયાદના આધારે કેડિલા ફાર્માના CMD રાજીવ મોદી અને જોનસન મેથ્યુ નામના એક અન્ય વ્યક્તિ વિરુદ્ધ પણ કેસ દાખલ થયો છે.

    follow whatsapp

    ADVERTISEMENT