જૂનાગઢ કોલેજીયન યુવતી પર સાથી વિદ્યાર્થીએ જ કર્યું દુષ્કર્મ, આપઘાતનું પગલું ભરતા સ્ફોટક ખુલાસો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી.જૂનાગઢઃ જૂનાગઢના ખામધ્રોલ ખાતે આવેલી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા યુવક યુવતી વચ્ચે અભ્યાસ માટે દોસ્તી થઈ અને યુવકે લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ કર્યા હોવાની ફરિયાદ યુવતીએ નોંધાવી હતી. યુવક યુવતીને વારંવાર બ્લેકમેઈલ કરતો અને તેની સાથે દુષ્કર્મ કરતો હતો. વારંવાર થતી ઘટનાથી કંટાળી યુવતીએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે પછી યુવકના સમગ્ર કાંડ પોલીસ સામે આવ્યા હતા. પોલીસે ઘટનાની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કચ્છઃ પૂર્વ MLA જયંતિ ભાનુશાળી હત્યા કેસ સહિતના 7 આરોપીઓને PASA કરાઈ

પોરબંદરની યુવતીને વેરાવળના યુવક સાથે થઈ દોસ્તી

આ અંગે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, યુવતીએ 18 ઓગસ્ટે નિંદરની 20 જેટલી ગોળીઓ ખાઈ લેતા દવાખાને લઈ જવામાં આવી હતી. જ્યાં પોલીસ તપાસમાં યુવતીએ કહ્યું કે પ્રિતેશ જગજીવન ગોહિલે લગ્નની લાલચ આપી 15 એપ્રિલે દુષ્કર્મ આચર્યા બાદ ન્યૂડ ફોટોના આધારે બ્લેકમેઇલ કરી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. પોતાની સાથે વારંવાર આવું થતું હોવાને પગલે યુવતી કંટાળી જતા આ આત્મહત્યાનું પગલું ભર્યું હતું. પોરબંદરની આ યુવતી એ વેરાવળના પ્રિતેશ ગોહિલ સાથે દોસ્તી થઈ હતી. અભ્યાસમાં શીખવવાનો બહાને ફોન પર થતી વાતચીતમાં પ્રેમસંબંધ બંધાયો હતો. તેણીની ફરિયાદ પ્રમાણે પ્રિતેશ જ યુવતીને બસ સ્ટેન્ડ પાસે આવેલી એક હોટેલમાં લઈ ગયો અને લગ્નની લાલચ આપી હતી. યુવતીના ના કહેવા છતાં દુષ્કર્મ આચર્યું હતું. આ પછી પણ અનેક વખત આ રીતે બોલાવી હતી અને દુષકૃત્ય કર્યા કરતો હતો. આખરે 18 ઓગસ્ટે યુવતી એ હોસ્ટેલમાં જ નીંદરની ગોળીઓ ખાઈ લેતા દવાખાને ખસેડવામાં આવી હતી જો કે હાલ સ્થતિ સામાન્ય છે.

આ અંગે DySP હિતેશ ધાંધલિયા તેમજ પીએસઆઈ ગઢવી એ તપાસ હાથ ધરી છે અને પ્રિતેશ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે અને ગણતરીની કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT