બનાસકાંઠામાં દુષ્કર્મ કેસમાં જામીન પર છૂટેલા યુવકનો આપઘાત, પીડિત યુવતીના પરિવાર પર ગંભીર આક્ષેપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠાના ડીસામાં દુષ્કર્મના કેસમાં જામીન પર છુટીને ઘરે આવેલા યુવક આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રેમ સંબંધમાં યુવતીને ભગાડી ગયેલા આ યુવક પર યુવતીના પરિજનોએ દુષ્કર્મની ફરિયાદ કરી હતી. જે બાદ 14 મહિનાથી આરોપી જેલમાં હતા અને હાલમાં જ બહાર આવ્યો હતો. હવે તેના આપઘાતથી પરિજનોએ યુવતીના પરિજનો પર ગંભીર આક્ષેપ કર્યા છે.

આરોપી યુવક 14 મહિનાથી જેલમાં હતો
ડીસાના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા એક 23 વર્ષીય યુવકે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. આ યુવકનું નામ સાગર ઠાકોર છે જે શ્રમજીવી પરિવારનો છે અને મજૂરી કામ કરતો હતો. આજથી 14 માસ અગાઉ સાગર ઠાકોર પર યુવત ને ભગાડી જઈ, દુષ્કર્મ આચરવાની ફરિયાદ થઈ હતી. જે કામમાં તે 14 માસથી કાચ કામના કેદી તરીકે જેલમાં હતો. જોકે કોર્ટે આશરે 14 દિવસ પહેલા દુષ્કર્મ કેસમાં તેને જામીન મુક્ત કર્યો હતો. ત્યારે મોડી રાત્રે અગમ્ય કારણોસર આ યુવકે ઘરમાં એંગલ સાથે સાડીનો ફંદો બનાવી, ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતા જ તેના પરિવારજનો દોડી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ પર જઈ લાસને પીએમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી.

પરિવારજનોએ લાશ સ્વીકારવાની ના પાડી આક્ષેપ કર્યા
આ આત્મહત્યા કેસમાં નવો વળાંક એ આવ્યો છે કે મૃતકના પરિવારજનો એવા અંકિત ઠાકોર અને અન્યોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ” સાગર જામીન પર છૂટ્યો તે તેની પર દુષ્કર્મની ફરિયાદ કરનારાઓને ગમ્યું નહોતું. જેથી તેઓ સાગરને ધમકાવી કેસની પતાવટ માટે પૈસા માંગતા હતા. જેના ટેન્શનમાં આવી મૃતકે આત્મહત્યા કરી છે. જેથી સાગરને મરવા માટે મજબૂર કરનાર પર પ્રથમ ફરિયાદ કરો, તે બાદ અમે લાશ સ્વીકારીશું. જોકે પોલીસે હાલ તેના પરિવારજનોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા છે .

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT