સ્વામિનારાયણ સંપ્રદાયના ખોટી રીતે ચિતરાયેલા ચોપડા ફાડી નાખો: રમેશ ઓઝા
અમદાવાદ : ગુજરાતમાં હાલ સૌથી વધારે ગુંઝતો મુદ્દો સાળંગપુર હનુમાનજીનો છે. સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદમાં સનાતન ધર્મના એક પછી એક સંતોના નિવેદન આવી રહ્યા છે.…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાતમાં હાલ સૌથી વધારે ગુંઝતો મુદ્દો સાળંગપુર હનુમાનજીનો છે. સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદમાં સનાતન ધર્મના એક પછી એક સંતોના નિવેદન આવી રહ્યા છે. મોરારી બાપુ બાદ હવે રમેશભાઇ ઓઝાનું પણ નિવેદન આવ્યું છે. તેમના જુના સ્ટેટમેન્ટને તેમની યુ ટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું છે.
સનાતન ધર્મ સાથે ચેડા કરી રહ્યા છો
જેમાં તેઓ સ્પષ્ટ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને કહી રહ્યા છે કે, સનાતન ધર્મ સાથે ચેડા થઇ રહ્યા છે. કેટલાક સાધુઓ મનફાવે તે પ્રકારના વાણીવિલાસ કરી રહ્યા છે. જેને સુધરવાની જરૂર છે. સ્વામિનારાયણના સંતો આ પ્રકારનો વાણીવિલાસ કરી રહ્યા છે તે આમનામ નથી. તે આવું ભણ્યા છે અથવા તો તેમણે આવું વાચ્યું છે. તેનો સીધો જ અર્થ છે કે ક્યાંય ચોપડા ચિતરાણા છે.
ખોટી રીતે ચિતરાયેલા ચોપડા ફાડી નાખો
ભાઇશ્રી કહી રહ્યા છે કે, આ ખોટી રીતે ચિતરાયેલા ચોંપડાના પન્ના ફાડી નાખો. સ્વામિનારાયણ સંપ્રદાય ખુબ જ મહત્વનો સંપ્રદાય છે સનાતનનો. પરંતુ એવું કંઇ પણ ન કરો જેનાથી સનાતનને નુકસાન થાય. આ હું નથી બોલી રહ્યો. રમેશ ઓઝા નથી બોલી રહ્યો પરંતુ વ્યાસજીનો પ્રતિનિધિ બોલી રહ્યો છું. શંકર મહાદેવ છે. દેવાનો દેવ છે માટે જ તેમને મહાદેવ કહેવામાં આવે છે. તમામ સંપ્રદાય મહાદેવ બાબતે નિર્વિવાદિત છે. આ જોઇને દિલ દુભાય છે. તમે તમારા છોકરાને પગે લગાવડાવો. સમજીનો બોલો. પોતાના ઇષ્ટ પ્રત્યે અનન્ય ભાવ જરૂરી છે પરંતુ બીજાને હલકા ચિતરીને ન હોય.
ADVERTISEMENT
ADVERTISEMENT