રામચરિતમાનસ બકવાસ ગ્રંથ છે, તેના પર પ્રતિબંધ લાગવો જોઇએ: સપા નેતા સ્વામી પ્રસાદ મોર્ય

ADVERTISEMENT

gujarattak
social share
google news

લખનઉ : બિહારના શિક્ષણમંત્રી ચંદ્રશેખરે હાલમાં જ રામચતિર માનસ મુદ્દે વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ ભારે હોબાળો થયો હતો. જો કે હવે સમાજવાદી પાર્ટીના નેતા અને એમએલસી સ્વામી પ્રસાદ મોર્યએ પણ રામચરિત માનસ મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ધર્મ કોઇ પણ હોય, અમે તેમનું સન્માન કરીએ છીએ. જો કે ધર્મના નામે જાતિ વિશેષ, વર્ગ વિશેષને અપમાનિત કરવાનું કામ કરવામાં આવ્યું છે, અમે તે અંગેનો વિરોધ વ્યક્ત કરીએ છીએ.

સમાજવાદી પાર્ટી નેતા સ્વામી પ્રસાદ મોર્યએ આજતક સાથે કરી વાત
સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મોર્યએ આજતક સાથેની વાતચીત કરતા જણાવ્યું કે, અનેક કરોડ લોકો રામચરિત માનસને નથી વાંચતા બધું જ બકવાસ છે. આ બધુ તુલસીદાસે પોતાની ખુશી માટે લખ્યું છે. સ્વામી પ્રસાદ મોર્ય એટલે નહોતા અટક્યા તેમણે કહ્યું કે, સરકારે તેનું સંજ્ઞાન લેતા રામચતિર માનસમાં કેટલાક વિવાદિત અંશો છે, તેને બહાર કરવા જોઇએ અથવા તો આ સમગ્ર વિવાદિત પુસ્તકને જ પ્રતિબંધિત કરી દેવું જોઇએ.

તુલસીદાસે પોતાનું મન બહેલાલવા મન ફાવે તેવું લખાણ કર્યું
સ્વામી પ્રસાદ મોર્યએ કહ્યું કે, તુલસીદાસની રામચરિતમાનસના કેટલાક અંશ એવા છે, જેના પર અમને વિરોધ છે. કારણ કે કોઇ પણ ધર્મમાં કોઇને પણ અપશબ્દ કહેવાનો અધિકાર નથી. તુલસીદાસની રામાયણની એક ચોપાઇ છે જેમાં શુદ્રોને અધમ જાતિના હોવાનું સર્ટિફિકેટ આપવામાં આવે છે.

ADVERTISEMENT

બ્રાહ્મણ ગમે તેવો હોય પુજાય છે જ્યારે શુદ્ર ગમે તેવો જ્ઞાની હોય અપુજ્ય છે
સપા નેતા સ્વામી પ્રસાદ મોર્યએ કહ્યું કે, બ્રાહ્મણ ભલે લંપટ, દુરાચારી, અભણ અને ગવાર હોય પરંતુ તે બ્રાહ્મણ છે એટલા માટે તે પુજનીય છે પરંતુ શુદ્ર ગમે તેટલો જ્ઞાની, વિદ્વાન અથવા જ્ઞાતા હોય તેનું સન્માન ન કરશો. શું આ જ ધર્મ છે? જો આ જ ધર્મ છે તો એવા ધર્મને હું નમસ્કાર કરુ છું. એવા ધર્મનો સત્યાનાશ હોય, જે પોતાનો સત્યાનાશ ઇચ્છતો હોય. તેમણે કહ્યું કે, જ્યારે તેની કોઇ વાત પર ટિપ્પણી કરવામાં આવે છે, તો કેટલાક ધર્મના ઠેકેદારો કે જેની રોજીરોટી તેના પર ચાલે છે તેઓ કહે છે કે હિંદુઓની ભાવના આહત થઇ રહી છે.

બાગેશ્વર ધામના પાખંડી બાબા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઇએ
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે સ્વામી પ્રસાદ મોર્યએ ટિપ્પણી કરી કે, આ દેશનું દુર્ભાગ્ય છે કે ધર્મના ઠેકેદારો જ ધર્મને નિલામ કરી રહ્યા છે. તમામ સમાજ સુધારકોના પ્રયાસો છતા દેશ આજે વિકાસની અનોખી ઉંચાઇએ પહોંચી ચુક્યો હોવા છતા આવી હિન માનસિકતાના બાબા સમાજમાં રૂઢીવાદી પરંપરાઓ, અંધવિશ્વાસ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્વામી પ્રસાદ મોર્યએ કહ્યું કે, જ્યારે તમામ બિમારીઓની દવા બાબા પાસે છે તો સરકાર ખોટા ખર્ચા મેડિકલ કોલેજોમાં અને હોસ્પિટલો પાછળ કરી રહી છે. તમામને બાબા પાસે લઇ જાઓસમગ્ર દેશને સ્વસ્થ કરી દો. આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઇએ. તેના પર પ્રતિબંધ લગાવી દેવો જોઇએ. જે ભારતીય સંવિધાન અને તેની ભાવનાને નુકસાન પહોંચાડતો હોય.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT