રામભદ્રાચાર્યએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર કહ્યું ‘સારો છોકરો સારું કામ કરે છે, ભગવાન તેની હિંદુ ધર્મની વાત સફળ કરે’

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી તેમનો દરબાર ધરાવે છે અને લોકોને પત્ર લખીને તેમના વિશે બધું જ જણાવે છે. તેઓ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના આ પ્રયોગને ચમત્કાર ગણાવે છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના આ ચમત્કારથી તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ તેમણે ગુજરાત પ્રવાસ 10 દિવસ માટે કર્યો અને હવે થોડા દિવસો પર ફરી ગુજરાતનની મુલાકાતે આવશે. દરમિયાનમાં આજે સુરતમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને જ્યારે તેમના ગુરુ અને પદમ વિભૂષણ રામભદ્રાચાર્ય પાસેથી આ ચમત્કારો વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કારો વિશે સીધું કંઈ કહ્યું ન હતું. જોકે તેમણે ચોક્કસપણે કહ્યું હતું કે તે એક સારો છોકરો છે અને સારું કામ કરે છે. રામભદ્રાચાર્યએ પોતાના વિશે કહ્યું કે તેઓ કોઈ ચમત્કાર કરતા નથી.

ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ લીધા વગર કરી વાત…
સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા તેરાપંથ ભવન ખાતે આયોજિત ધર્મ સંવાદ નામના કાર્યક્રમને સંબોધવા રામભદ્રાચાર્ય પહોંચ્યા હતા. રામભદ્રાચાર્યને સાંભળવા મોટી સંખ્યામાં ધર્મપ્રેમી સ્ત્રી-પુરુષો અહીં પહોંચ્યા હતા. રામભદ્રાચાર્યએ ધર્મ સંવાદ કાર્યક્રમને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમને પહેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કાર અને તેમની હિંદુ રાષ્ટ્રની વાત વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં તેમણે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ લીધા વિના કહ્યું હતું કે તે એક સારો છોકરો છે, તેમની હિંદુ રાષ્ટ્રની માંગ માટે સારું કામ કરી રહ્યા છે. કહ્યું કે, ભગવાન તેમના શબ્દોને સફળ બનાવશે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને પોતાના ચમત્કાર વિશે ઘમંડ થઈ ગયો, આ પ્રશ્ન તેમને પણ પૂછવામાં આવ્યો, તો તેમણે કહ્યું કે તેમનામાં કોઈ અહંકાર નથી, તે એક સારો છોકરો છે.

એમેઝોનના જંગલમાં પ્લેન ક્રેશ પછી 40 દિવસ બાદ પણ જીવિત મળ્યા 4 નાના ભુલકાઓ

નરેન્દ્ર મોદીની કરી વાહવાહી
ગુજરાતના બે દિવસીય પ્રવાસે સુરત પહોંચેલા રામભદ્રાચાર્યએ કહ્યું કે પીએમ મોદી દેશ માટે જરૂરી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પણ તેમને બોસ કહીને બોલાવ્યા છે. હવે કોઈમાં એટલી ક્ષમતા નથી. એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા માટે મોદીને ફરી દોહરાવવા જોઈએ. તેમણે કહ્યું કે રામચરિતમાનસને રાષ્ટ્રીય ધર્મગ્રંથ જાહેર કરવો , ગૌહત્યા બંધ કરવી, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને આપણને પરત લાવવું અને આ બધું મોદી વિના થઈ શકે તેમ નથી. લોકોને પોતાની ઈચ્છાઓ વિશે વાત કરતા તેમણે કહ્યું કે રામ મંદિર, કલમ 370, 35-A અને ટ્રિપલ તલાકની પાંચમાંથી ચાર ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે અને છેલ્લી ઈચ્છા ગૌહત્યા રોકવાની અને PoK કાશ્મીર પર ભારતના કબજામાં લાવવાની પરિપૂર્ણ જોવા માંગો છું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT