રામ-સેતુ, એમ્ફીથિયેટર, ચિલ્ડ્રન પ્લે-ગ્રાઉન્ડ, રાજકોટમાં 13 કરોડના ખર્ચે બનેલા રામ વનની આવી છે ખાસિયત
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ નજીક 47 એકર જમીનમાં અંદાજિત રૂ.13.77 કરોડના ખર્ચે ‘રામ વન- ધ અર્બન ફોરેસ્ટ’નું (Ram Van) લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના…
ADVERTISEMENT
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ નજીક 47 એકર જમીનમાં અંદાજિત રૂ.13.77 કરોડના ખર્ચે ‘રામ વન- ધ અર્બન ફોરેસ્ટ’નું (Ram Van) લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના (Bhupendra Patel) હસ્તે કરવામાં આવ્યું. રામવનના નિર્માણ અંગેનો મુખ્ય હેતુ ભારતનો સાંસ્કૃતિક પ્રાકૃતિક વારસો જાળવી રાખવાનો છે તથા અત્યારના સમયમાં સિમેન્ટ કોંક્રિટના જંગલો વધી રહ્યા છે ત્યારે પ્રકૃતિના સમતોલન માટે મોટા પાયે વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અર્બન ફોરેસ્ટ ખાતે શ્રીરામના જીવન સાથેની થીમ જોડાતા આ જગ્યા લોકો માટે પૌરાણિક કાળનાં જીવંત અનુભવ જેવી બનાવી શકાય એવો ઉદ્દેશ્ય છે.
ભગવાન રામના જીવન પર આધારિત 22 પ્રતિકૃતિ રામ વનમાં
જેનો મુખ્ય દરવાજો ધનુષબાણ આકારનો છે અને ભગવાનશ્રી રામના જીવનકવનને જીવંત કરવાનો પ્રયત્ન કરાયો છે. આ ઉપરાંત રામવનમાં રામ સેતુ બ્રીજ, એડવેન્ચર બ્રિજ, કુદરતી પાણીના સ્રોતનું નવીનીકરણ, ચિલ્ડ્રન પ્લે-ગ્રાઉન્ડ, ૧૫૦ની કેપેસિટીનું એમફીથિયેટર, રાશિવન અન્ય આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે. રામવનમાં રૂ.1.61 કરોડના ખર્ચે ભગવાન શ્રી રામના જીવન આધારીત જુદી જુદી 22 પ્રતિકૃતિ મુકવામાં આવી છે.
ADVERTISEMENT
80 હજાર પ્રજાતિના વૃક્ષો રોપાયા
આ ઉપરાંત 80,000 જેટલી પ્રજાતિના 25 જેટલા બ્લોકમાં વૃક્ષારોપણ કરાયું છે, જે પૈકી 2 બ્લોકમાં મીયાવાકી થીમ આધારીત પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. આધુનિક સમયમાં પર્યાવરણ જાળવણી નિભાવણી માટે ન્યુનતમ જગ્યાના મહતમ ઉપયોગ કરી શુષ્ક અને પથરાળ જગ્યામાં જન સહયોગ થકી જાપાનીઝ ટેકનોલોજી મુજબથી મિયાવાકી-થીમ આધારીત ફોરેસ્ટ ઉભું કરવા જુદી જુદી જાતના વૃક્ષોનું વાવેતર કરીને કાયમી રૂપમાં જતન કરવામાં આવશે. આ પધ્ધતિનો ઉપયોગ કરીને પશુ-પક્ષી, આયુર્વેદિક તેમજ ભરપુર ઓક્સિજન આપતા વર્ષાવનોના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. રામવનના સમગ્ર વિસ્તારના વૃક્ષોનું ડ્રીપ ઇરીગેશન પદ્ધતિથી પીયત આપવામાં આવશે. જેથી પાણીનો વપરાશ ન્યૂનતમ થાય અને વિકાસ પામનાર વૃક્ષો માટે સિપેજ રિસાયકલ પાણીનો જ ઉપયોગ કરવામાં આવશે.
ADVERTISEMENT
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ રામવનનું નિર્માણ કરીને ગ્રીન રાજકોટ ક્લીન રાજકોટના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું છે. જન્માષ્ટમીના પાવન અવસરે રામવનની ભેટ સાથે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં રાજકોટવાસીઓનો આનંદ બમણો થયો છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ અમારી ટીમ ગુજરાતે નવા નવા આયામો પર કામ કર્યું છે. પર્યાવરણ સાથે તાદાત્મ્ય રાખીને સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસ સાધ્યો છે. સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરીને નવો ચીલો ચીતર્યો છે.
ADVERTISEMENT
28 ઓગસ્ટ સુધી ફ્રી પ્રવેશ અપાશે
રામ વનના લોકાર્પણની સાથે પવિત્ર શ્રાવણ માસ અને આગામી સાતમ-આઠમના તહેવારોને ધ્યાનમાં રાખીને તા. 28 ઓગસ્ટ સુધી રામ વનની મુલાકાતે આવતા શહેરીજનોને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. તમામ શહેરીજનોને રામ વનની મુલાકાત લેવા મહાનુભાવોએ જનતા જનાર્દનને અપીલ કરી હતી.
ADVERTISEMENT