Ram Mandir: 22 જાન્યુઆરીએ ગુજરાતની સરકારી શાળાઓ અડધો દિવસ રહેશે બંધ, રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મોટો નિર્ણય
Ayodhya Ram Mandir Latest News: અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેને લઈને દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી…
ADVERTISEMENT
Ayodhya Ram Mandir Latest News: અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેને લઈને દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઘણા રાજ્યોની સરકારોએ 22મી જાન્યુઆરીએ જાહેર રજાઓનું એલાન કરી દીધું છે. તો કેન્દ્રની મોદી સરકારે પણ કેન્દ્રીય કર્મચારીઓ માટે અડધા દિવસની રજા જાહેર કરી છે. આ વચ્ચે હવે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
તમામ સરકારી શાળાઓ બપોર સુધી રહેશે બંધ
રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગુજરાત સરકારે 22 જાન્યુઆરીએ રાજ્યની તમામ સરકારી શાળાઓ બપોર સુધી બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે.
સંયુક્ત શિક્ષણ નિયામકે લખ્યો પત્ર
સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે હેતુસર તા-22/01/2024 સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2.30 વાગ્યા સુધી બંધ રાખવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થયેલ છે.
સરકારી સ્કૂલમાં અડધા દિવસની રજા
આથી તમામ સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉક્ત જાહેરનામાની ચુસ્તપણે અમલવારી કરવા જરૂરી સૂચના આપવા જણાવવા આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT